Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

હાઈકોર્ટ સુઓમોટો અંગે સુનાવણી: સરકારે ગત વર્ષે પોલીસ વિભાગમાં ખાલી પડેલી 28,993 જગ્યા ન ભરી, ગૃહ વિભાગના સેક્રેટરી પાસે હાઇકોર્ટે બ્લુ પ્રિન્ટ માગી

આપણા દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતા જાનમાલને નુકસાન થતું હોય છે. ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી. જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું, સરઘસોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવી, સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું, સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. કોર્ટના હુકમ મુજબ રાજ્યના પોલીસ બેડામાં કેટલી ભરતી કરાઈ છે? ભરતીનો સ્ટેજ ક્યો છે? જેવી વિગતો બાબતે પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાનો હતો. ઉપરાંત કોર્ટે સરકારને પોલીસ ભરતીના નિયમો પણ કોર્ટ સમક્ષ મૂકવા જણાવ્યું હતું.

પોલીસમાં પ્રમોશન કે સીધી ભરતી યોજવામાં આવી નથી

આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં PI, PSI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, IB વગેરેમાં 31 માર્ચ, 2023ની સ્થિતિએ 27,269 જગ્યા ખાલી હતી. જ્યારે 31 માર્ચ, 2024ની સ્થિતિએ 28,993 જગ્યા ખાલી છે. મંજૂર કરાયેલી જગ્યાઓમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. જો કે, હાઈકોર્ટે નોંધ્યું હતું કે, 31 માર્ચ, 2023 બાદ રાજ્ય સરકાર દ્વારા પોલીસમાં પ્રમોશન કે સીધી ભરતી યોજવામાં આવી નથી. સરકારે ભરતી નહિ થવાને લઈને જુદા જુદા કારણો રજૂ કર્યા હતા, જેની સાથે કોર્ટ સહમત નહોતી.

વધુ સુનાવણી 2 જુલાઈના રોજ હાથ ધરાશે

સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબ પોલીસ ભરતી માટે પોલીસ કમિશન અને ગાઈડલાઈન બનાવવાની રહે. સરકારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 7 માર્ચ, 2024ના રોજ ઠરાવ પસાર કરીને પોલીસ ભરતી માટે ગુજરાત પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ બનાવ્યું છે. જો કે, કોર્ટે નોંધ્યું હતું કે, આ બોર્ડ અને તેના મેમ્બર્સ વિશેની માહિતી કોર્ટ સમક્ષ મૂકાઈ નથી. મેમ્બર્સ નોમીનેટ કરીને આ બોર્ડની રચના કરવામાંઆવી નથી. આથી હાઇકોર્ટે રાજ્યના ગૃહ વિભાગના સચિવને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના, તેના સભ્યોની માહિતી અને આગામી સમયમાં ભરતીઓ કેવી રીતે, ક્યારે કરાશે, તેની પ્રોસેસ શું હશે વગેરેની બ્લુ પ્રિન્ટ માગી હતી. આ મુદ્દે વધુ સુનાવણી 2 જુલાઈના રોજ હાથ ધરાશે.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!