ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સવાર થી જ શરૂ થઈ હતી.મતદારો ઉનાળાના ધમધમતા તાપ વચ્ચે પણ મતદારોની કતારો જોવા મળી હતી.ત્યારે બન્ને પક્ષો પોતપોતાના મતદારોને બુથ સુધી લઈ જવાના પ્રયત્નો જોવા મળ્યા હતા.ત્યારે ગુજરાત માં કઈ કઈ લોકસભામાં કેટલું મતદાન થયું તે આંકડા પર નજર કરીએ.
રાજ્યમાં 5 વાગ્યા સુધીમાં 50.22 ટકા મતદાન
કચ્છમાં 48.96 ટકા મતદાન
જૂનાગઢમાં 53.84 ટકા મતદાન
અમદાવાદ પૂર્વ 49.95 ટકા મતદાન
મહેસાણામાં 55.23 ટકા મતદાન
આણંદમાં 60.44 ટકા મતદાન
બનાસકાંઠામાં 64.48 ટકા મતદાન
પાટણમાં 54.58 ટકા મતદાન
સાબરકાંઠા 58.82 ટકા મતદાન
ગાંધીનગરમાં 55.65 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમ .50.29 ટકા મતદાન
સુરેન્દ્રનગરમાં 49.19 ટકા મતદાન
રાજકોટથી 54.29 ટકા મતદાન
પોરબંદરમાં 46.51 ટકા મતદાન
જામનગરમાં 52.36 ટકા મતદાન
અમરેલીમાં 45.59 ટકા મતદાન
ભાવનગરમાં 48.59 ટકા મતદાન
ખેડામાં 53.83 ટકા મતદાન
પંચમહાલમાં 53.99 ટકા મતદાન
દાહોદમાં 54.78 ટકા મતદાન
વડોદરામાં 57.11 ટકા મતદાન
છોટાઉદેપુરમાં 63.76 ટકા મતદાન
ભરૂચમાં 63.56 ટકા મતદાન
બારડોલીમાં 61.01 ટકા મતદાન
નવસારીમાં 55.31 ટકા મતદાન
વલસાડમાં 68.12 ટકા મતદાન
આમ ધમધમતા તાપ વચ્ચે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે સૌથી વધુ મતદાન વલસાડમાં 68.12, અમરલી માં સૌથી 45.59 થયું હતું બીજા ક્રમે બનાસકાંઠા 64.48 થયું હતું પાટણ લોકસભામાં 54.58 ટકા થયું હતું તો સૌથી ઓછું મતદાન અમરેલીમાં 45.59 થયું છે.
પાટણ બેઠક પર આજે યોજાયેલી ચૂંટણીમાં 6 વાગ્યે મતદાન પૂર્ણ થતા જ 10 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ચૂક્યું છે. જેઓના ભાવિનો ફેંસલો 4 જૂને થશે. દિવસભરના મતદાનની વાત કરીએ તો, મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું. વહેલી સવારથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે, 1 વાગ્યા બાદ ગરમી વધતા મતદાન મથકો પર મતદારોની પાંખી હાજરી જોવા મળી હતી.. જ્યારે સાંજના ટાઇમે મતદારોએ ફરી લાઇનો લગાવી હતી.
2024 ની લોકસભા ની ચૂંટણી માં સવારે 9 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી મતદાનના આંકડા
2024
*પાટણ બેઠક પર સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી 54.58 ટકા મતદાન*
વડગામ – 62.69%
કાંકરેજ – 52.19%
રાધનપુર – 47.69%
ચાણસ્મા -51.49%
પાટણ । – 54.32%
સિદ્ધપુર – 58.46%
ખેરાલુ – 56.02%