પાટણ લોકસભા બેઠક પર સવારે સાતના ટકોરે મતદાન શરૂ થઇ ગયું છે. વહેલી સવારથી મતદારોએ મતદાન મથક પર લાઇન લગાવી છે. 20.19 લાખ મતદારો 10 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સિલ કરવા તૈયાર થઇ ગયા છે. મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા મતદાન મથકો પર ગોઠવવામાં આવી છે. આ બેઠક પર ભાજપના ભરતસિંહા ડાભી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર સહિત 10 ઉમેદવારો મેદાને છે.
પાટણ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાની કુલ સાત વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. આ સાત વિધાનસભા મત વિસ્તારના કુલ 2073 મતદાન મથકો ઉપર સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઇ છે. પાટણ લોકસભા બેઠક ઉપર સ્ત્રી મતદારો 9,82,261 અને પુરુષ મતદારો 10.37.623 અને અન્ય મતદારો 32 મળી લોકસભા બેઠક મા કુલ 20,19,916 મતદારો નોંધાયેલા છે. તમામ મતદાન મથકો ઉપર મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે મતદાન મથકો ઉપર પીવા માટે પાણી છાયડાની અને આરોગ્યની સુવિધા ઉભી કરાઇ છે.
*પાટણ લોકસભાના ઉમેદવાર*
1 ભરતસિંહ ડાભી, ભાજપ
2 ચંદનજી તલાજી ઠાકોર, કોંગ્રેસ
3 બળદેવભાઈ છત્રલીયા, BSP
4 ધધા મસીહુલ્લાહ અબ્દુલ હમીદ, અપક્ષ
5 શર્મા રાકેશ, RSP
6 અબ્દુકુદુસ, અપક્ષ
7 અબ્દુલહક ઇસ્માઇલ નેદરીયા, અપક્ષ
8 ચંદુરા ધનજીભાઈ લક્ષમણ ભાઈ, અપક્ષ
9 ઠાકોર કિશન ભાઈ કાળુંભાઈ, અપક્ષ
10 સોયેબ હાસમ ભોરણીયા, અપક્ષ
કંઇ વિધાનસભામાં કેટલા મતદાન મથકો?
11 વડગામ વિધાનસભા
પુરુષ 152667, મહિલા 148253 અન્ય 2 સહિત
કુલ 300922 મતદારો
15 કાંકરેજ વિધાનસભા
પુરુષ 156061, મહિલા 144684 અન્ય 1 સહિત
કુલ 300746 મતદારો
16 રાધનપુર વિધાનસભા
પુરુષ 158340, મહિલા 149451 અન્ય 8 સહિત
કુલ 307799 મતદારો
17 ચાણસ્મા વિધાનસભા
પુરુષ 152021, મહિલા 144105 અને અન્ય 1
સહિત કુલ 296117 મતદાર
18 પાટણ વિધાનસભા
પુરુષ 158696, મહિલા 150752 અને અન્ય 19
સહિત કુલ 309457 મતદાર
19 સિદ્ધપુર વિધાનસભા
પુરુષ 140998, મહિલા 133571 સહિત કુલ 2,74,569
20 ખેરાલુ વિધાનસભા
પુરુષ 118850, મહિલા 111445 અન્ય 1 સહિત કુલ 2,30,296 મતદારો
*10 હજારથી વધુ કર્મચારીઓ મતદાનની કામગીરીમાં જોડાયા*
પાટણ લોકસભા બેઠક પર 2073 મતદાન કેન્દ્રો પર ચૂંટણી યોજાઇ છે. જેમાં દરેક મતદાન કેન્દ્ર પર એક પ્રિસાઈન્ડિંગ, પોલિંગ, પોલિંગ, મહિલા પોલિંગ અને સેવક મળી કુલ 10,365 થી વધુ કર્મચારીઓ મતદાનની કામગીરી સંભાળી રહ્યા છે
*49 મહિલા અને 7 દિવ્યાંગ કર્મચારીઓ અને 1 યુવા મતદાન સંચાલીત મતદાન કેન્દ્રો તૈયાર*
પાટણ લોકસભા વિસ્તારમાં મતદારો ની સુવિધા માટે 49 મહિલા સંચાલિત અને 7 દિવ્યાંગ સંચાલિત અને એક યુવા મતદાન કેન્દ્રો બનાવવા માં આવ્યા છે. જેમાં પ્રિસાઈન્ડિંગ, પોલિંગ, સેવક સહિત નો સ્ટાફ મહિલા ઓ અને દિવ્યાંગ કર્મચારીઓ છે. યુવા મતદાન મથકમાં તમામ કર્મચારીઓ યુવાન છે. પાટણ શહેર માં 7 મતદાન કેન્દ્રો મહિલા સંચાલિત છે અને એક દિવ્યાંગ મતદાન કેન્દ્ર છે.
*બળવંતસિંહ રાજપૂતે મતદાન કર્યું*
સરકારી નર્સિંગ કોલેજ, સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુર તાલુકાના વડનગરમાં મતદાન કર્યું.લોકોને વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
રાધનપુરના ધારાસભ્ય લાવીગજી ઠાકોરે સાંતલપુર તાલુકાના પરસુંદ ગામે મતદાન કર્યું.ભલા માણસે લોકોને વધુ મતદાન અપીલ કરી.
ચાણસ્માના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોરે તેમના ગામ દાતરવાડા દાતરવાડા પ્રાથમિક શાળા મતદાન કર્યું.
પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલએ શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે આવેલી આનંદ પ્રકાશ શાળા ખાતે મતદાન કર્યું.
પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે તેમના વતન સુજનીપુર ગામે પ્રાથમિક શાળામાં મતદાન કર્યું.
પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ મહેસાણા જિલ્લાના ખેરાલુ વિધાનસભાના તેમના મત વિસ્તારમાં મતદાન કર્યું.
પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અરવિંદ વિજયને પોતાના પત્ની સાથે વહેલી સવારે પાટણની વી.કે ભૂલા હાઇસ્કુલ ખાતે આવેલ મતદાન મથક પર મતદાન કર્યું.
*પાટણ બેઠક પર 11 વાગ્યા સુધીમાં 23.53 ટકા મતદાન થયું*
• વડગામ – 27.08%
• કાંકરેજ- 21.08%
• રાધનપુર- 19.26%
• ચાણસ્મા- 21.82%
• પાટણ- 24.89%
સિદ્ધપુર- 25.93%
• ખેરાલુ – 24.38%