રાજકોટ: માર્કેટ યાર્ડમાં આજે સૌથી ઘઉંની આવક થઈ છે. ઘઉંની સાથે સાથે યાર્ડમાં આજે પીળા ચણાની મબલક આવક થઈ રહી છે. માર્ચ એન્ડિંગની રજા પૂરી થતાં યાર્ડમાં જણસીની ઢગલા મોઢે આવક થઈ રહી છે. ત્યારે આવો જાણીએ કે રાજકોટ માર્કેટ યાર્ડમાં ક્યાં પાકની કેટલી આવક થઈ છે અને ખેડૂતોને શું ભાવ મળ્યા હતા.
ઘઉંની મબલક આવક
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 2800 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 700 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 480થી 630 અને લોકવન ઘઉંના ભાવ 490 થી 540 રૂપિયા એક મણના મળ્યા હતા.
પીળા ચણાની કેટલી આવક થઈ?
યાર્ડમાં ઘઉં બાદ પીળા ચણાની મબલક આવક થઈ હતી. યાર્ડમાં પીળા ચણાની 3 હજાર ક્વિન્ટલ આવક થઈ હતી. પીળા ચણાનો ભાવ ખેડૂતોને 1120થી 1220 રૂપિયા ભાવ મળ્યો હતો.
જાણો કપાસના શું ભાવ મળ્યા?
યાર્ડમાં આજે કપાસની આવક 1800 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1350થી 1540 રૂપિયા ભાવ મળ્યા હતા.
મગફળીની આવક જાણો કેટલી થઈ
રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1100 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1110થી 1338 રૂપિયા મળ્યો હતો. જ્યારે ઝીણી મગફળીની 1350 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો મગફળીના 1100થી 1271 રૂપિયા મળ્યો હતો.
લાલ સૂકા મરચાની આવક
માર્કેટ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક થઈ હતી. યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની આવક 150 ક્વિન્ટલ થઈ છે. મરચાનો ભાવ ખેડૂતોને 900થી 2400 રૂપિયા ભાવ મળ્યો હતો.
રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની આવક
રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની 203 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 350થી 550 રૂપિયા ભાવ મળ્યા હતા.
બટાકા-લીંબુની આવક
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 2640 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 300થી 570 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2000થી 2700 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 299 ક્વિન્ટલ થઈ હતી.
જાણો ટામેટા-મરચાની કેટલી આવક થઈ?
રાજકોટ માર્કેટ યાર્ડમાં ટામેટાની 369 ક્વિન્ટલ આવક થઈ હતી. ટમેટાના 150થી 300 રૂપિયા એક મણનો ભાવ બોલાયો હતો. ટમેટાની સાથે સાથે મરચાની 264 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 350થી 550 રૂપિયા ભાવ મળ્યા હતા.
જાણો સૂકી ડુંગળીના શું ભાવ મળ્યા?
યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 110થી 260 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 3200 ક્વિન્ટલ આવક થઈ હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર