Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

દબાણ@કાર્યવાહી:ઘણા સમયથી ગૌચર જમીનમાં શોપિંગ સેન્ટર,તંત્રને જાણ હોવા છતાં અજાણ,લોકો જાગ્યા બાદ નોટિસ

તંત્રની ઢીલીનીતિ હોવાથી ગ્રામજનો જાગ્યા ,ગૌચર જમીનમાં દબાણ દૂર કરવા માગ, તંત્રએ નોટિસ આપી

ઘણા સમયથી ગૌચર જમીનમાં બાંધકામ હોવાને તંત્રને રજૂઆત

બનાસકાંઠા થરાદ તાલુકાના રાહ ગામે ગૌચર જમીનમાં કોમ્પલેક્ષ બનાવી દેવામાં આવ્યું હતું.ગામલોકોને ધ્યાને આવતા તંત્રને  રજૂઆત કરી હતી. બાદ માં તંત્ર એ ગૌચરમાં ઉભા કરાયેલા કોમ્પલેક્ષને દૂર કરવા રાહ ગ્રામપંચાયતના વહીવટદાર દ્વારા દબાણકર્તાને નોટિસ આપી દબાણ દૂર કરવા જાણ કરાઇ હતી.

તંત્રની જવાબદારી હોવા છતાં તંત્રની ઢીલી નીતિ ,ગ્રામજનોની રજૂઆત બાદ તંત્ર જાગ્યું

     

થરાદના રાહ ગામે ગૌચરની જમીનમાં ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા અને ગૌચરની જમીન ખુલ્લી કરવા ગામલોકો મેદાનમાં આવ્યા છે અને આ મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. જોકે રાહ ગ્રામપંચાયતના વહીવટદાર દ્વારા ચૌધરી ભરતકુમાર નરસિંહભાઈ બેવટા તાલુકા થરાદવાળાને નોટિસ આપી સાત દિવસમાં દબાણ દૂર કરવા જણાવ્યું હતું.

આ નોટિસમાં જણાવ્યા પ્રમાણે થરાદના રાહ ગામના રેગ્યુલર સર્વે નંબર -2, અને નવીન સર્વે નંબર 553 વાળી ગૌચરની જમીન પર ગેરકાયદેસર કોમ્પલેક્ષ બનાવી કરેલ દબાણ દીન 7માં ખુલ્લું કરી પંચાયતને લેખીત જાણ કરવા જણાવ્યું હતું. નહીંતર ગુજરાત રાજ્ય-પંચાયત કાયદાની કલમ 105/1 મુજબ પગલાં લેવા પંચાયત તજવીજ કરશે જેથી દબાણ તમારા સ્વખર્ચે અને જોખમે ખુલ્લું કરાવશે.ગામલોકોનું કહેવું છે કે ગામમાં આવેલી આ ગૌચરની જમીનમાં અઢારે જ્ઞાતિના લોકો સ્મશાન તરીકે ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે દબાણ દૂર કરવા રજૂઆત કરી ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે મેદાનમાં આવ્યા હતા, ત્યારે હવે આખરે ગામ લોકોની રજૂઆત રંગ લાવી છે.પરંતુ ઘણા સમય થી આ કોમ્પલેક્ષ અડીખમ ઉભું છે. છતાં કાર્યવાહી થઇ નથી ત્યારે હાલતો નોટિસ અપાઇ છે કેટલા સમયમાં બાંધકામ તોડી પાડવામાં આવે છે તે તમે બતાવશે.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!