Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

રાધનપુર : શબ્લપુરા ગામની સરકારી,ગૌચર,મંડળીની જમીન ક્યા આખલા ખાઈ ગયા!!!

       જમીન ચોરાઈ ગઈ તેવું ક્યારેય તમે સાંભળ્યું નહી હોય કે વિચાર્યું નહિ હોય પણ આવું થયું છે.રાધનપુર એક ગ્રામ્ય વિસ્તારના જમીનના સર્વે નંબર ગાયબ થયા છે.ઉતર ગુજરાતનું સૌથી મોટું જમીન કૌભાંડ માની શકાય પરંતુ આ કૌભાંડ બહાર આવ્યું નથી કારણ કે કૌભાંડીઓ કૌભાંડ દબાવી દેવામાં સક્ષમ છે

          આમતો સમગ્ર ઉત્તર ગુજરતમાં કૌભાંડમાં શબ્દલપુરા જમીન બદલવાનું કૌભાંડ મોખરે આવે છે.ઘણા સમય તપાસો ચાલુ રહી પણ પરિણામ શૂન્ય મળ્યું,આજદિન સુધી નક્કર કાર્યવાહી થઈ નથી.કોણ જાણે એવા ક્યાં ચીટરિયા એ આખે આખું પ્રકરણ દબાવી દીધું તે સવાલો લોકોના મનમાં રહ્યા કરે છે.

         પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આમતો અનેક કૌભાંડો છે.જેમાં ગૌચર જમીનો પણ આખલા ખાઈ ગયા છે. જેનો એક નમૂનો ભણસાલી પાછળ 1 એકર 2 ગોઠા જે જમીન ગૌચર હતી.જે જમીન ક્યાં ગઈ તે સવાલો અનેકવાર મનમાં ખૂચે છે .પરંતુ અહીંના અધિકારીઓ ને કટકો મળતા ગૌચર જમીન હોય કે સરકારી જમીન  એમના બાપનું શું? જાય છે તો સરકાર નું!!!ફરિયાદો આવશે!!!ફરિયાદ ની તપાસ ચાલુ છે તેવું રટણ વર્ષો સુધી કરવાનું તેવામાં બદલી થાય!!! રાધનપુરમાં કૌભાંડો ની ફરિયાદો લખીએ તો પેજ પણ ખૂટે એટલી ફરિયાદો થઈ છે.છેવટે ફરિયાદી કંટાળી ને ફરિયાદ શું થયું તે પૂછવામાં દાંત ઘસાઈ જતા બધું એમનું એમ પડ્યું રહે આ છે રાધનપુર!!!
રાધનપુર વિસ્તારમાં ઉતર ગુજરાત નું મોટામાં મોટુ કૌભાંડ શબ્દલપુરા ગામનું છે.અનેક ફરિયાદો થઈ પ્રાંત કચેરી દ્વારા તા. 02/01/2017 માં તપાસ થઈ તેમાં કલેકટર ને પરત લખતા પત્ર માં ચોંકાવનારો ખુલાસો પણ થયો પણ પ્રકરણ દબાઈ ગયું!!!

     

વિસંગત્તા કેમ?

શબ્દલપુરાના રેવન્યુ સર્વે નંબર જે સર્વે નંબરોમાં નર્મદા વિભાગની જમીન સંપાદન થતા જે જમીન હાઇવે થી અંદર છે.તે ખેડૂતને નર્મદા કચેરી તરફ થી કપાતના પૈસા પણ આપવામાં આવેલ છે.તે સર્વે નંબર પણ હાઇવે પર સીટ બેસાડેલ છે.

જે સર્વે નંબરો નર્મદા કચેરીમાં સંપાદન થતા તે જમીન ઉપાડી હાઇવે પર આવેલ છે તે સર્વે નંબર ના આજુ બાજુના સર્વે નંબરો માં જૂના નક્શામાં વિસંગતતા જોવા મળે છે.

તલાટીએ કરેલ પંચનામા માં સીટો બેસાડેલા કેટલાક સર્વે નંબર હાઇવે પર આવ્યા

શબ્દલપુરા 155/156 માં જે સીટો બેઠી તેમાં તલાટીના પંચનામા મુજબ એક થી દોઢ કિલો મીટર અંદર નું પંચનામું છે તેવા કેટલાક સર્વે નંબર હાઇવે પર જોવા મળે છે.

*જો હાઇવે પર સીટો બેસાડેલ સર્વે નંબર સાચા હોય તો કેમ રોડ કપાત નું પેમેન્ટ મળ્યું નથી

શબ્દપુરા સીટ બેસાડી તેમાં કેટલાક નવા બેસાડેલા સર્વે નંબરો માં રોડ કપાત પેમેન્ટ મળ્યું નથી કારણ કે જે તે સમયે રોડ નીકળ્યો તે સમયે આ સર્વે નંબર અંદર હોવાના કારણે જમીન કપાત થઈ ન હતી એટલે સરકારે જમીન કપાત,સંપાદન રકમ ચૂકવી નથી.

પડોસી ના નામો બદલ્યા

શબ્દલપુરા માં જે સીટ બેસાડવામાં આવી તે સમય પહેલા અગાઉ જે જે ખેડૂતોના ખેતરની ચતુરસિમાં માં જે ખેડૂતો પડોસમાં હતા.તે ખેડુતો બદલાઈ ગયા.કારણ શું!!!

શબ્દપુરા ગામે કોઈ બાબતે પડોસી ખેડુતો ને ઝગડો થયો તે પંચનામું થયેલ નું શું!!!

જે તે સમયે શબ્દલપુરા ગામે અંદરો અંદર ઝગડો થયેલ તે સમયે ઝગડો થતા પંચનામું કરવામાં આવેલ છે.તે સમયે સાચું પંચનામું થયેલ જે કોર્ટમાં પણ રજૂ થયેલ તે આજુબાજુ ના ખેડૂતોની વિગતો દર્શાવતું પંચનામું થયેલ તેવા સર્વે નંબર પણ ઉડી ને હાઇવે પર કેમ ચોંટયા તે સવાલો!!!

જૂના નક્સા અને નવા નક્શામાં વિસંગતતા કેમ!!!

શબ્દલપુરા ગામના જૂના નવા નક્શામાં કેટલાક સર્વે નંબરમાં ઘણી વીસંગતત્તા જોવા મળે છે તેનું કારણ શું!!!

સરકારી ,ગૌચર અને મંડળી ની જમીન ગાયબ કેમ!!

શબ્દલપુરા ગામની સરકારી ,ગૌચર અને ગોપાલક મંડળીની જમીનમાં મોટા પાયે ઘટ પડવાનું કારણ શું!!!

આમ શબ્દલપુરા ગામે કેટલા કૌભાંડ્યું અને ભ્રષ્ટ કર્મચારીઓ સાથે મળી અને એક થી દોઢ કિલોમીટર જે અંદર ખેતરો હતા તે ખેતરોને હાઈવે ઉપર સીટો બેસાડી મોટામાં મોટું કૌભાંડ હાજર છે. પરંતુ આ કૌભાંડની તપાસ ઘણા સમય સુધી ચાલે છે. જેમાં કૌભાંડ આચાર્યનું પ્રથમ દૃષ્ટિએ જણાવ્યું છે છતાં કોઈ કાર્યવાહી નથી કરે, કેટલીયે સરકારી જમીન ગાયબ છે.પરંતુ તપાસ ન થવાનું કારણ તમે સમજી ગયા હશો!!!

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!