Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

ઉતર ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ: શબ્દલપુરા ગામે સર્વે નંબર ઉથલ પાથલની કૌભાંડની ચર્ચા

ઉતર ગુજરાત રાજ્યના નાનકડા ગામ શબ્દલપુરામાં સર્વે નંબરોને લઈને ઉથલપાથલ અને કૌભાંડના મામલો ઘણા સમયથી સામે છે.પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.કેટલાય જાગૃત નાગરિકો રહીશોએ પૂરવા સાથે કલેકટર કચેરીએ આક્ષેપ કર્યા છે કે એક સર્વે નંબર નહિ પણ અનેક સર્વે નંબર જે અંદર 1 કિમી થી દોઢ કિમી જે જમીન હતી તે હાઇવે પર સરકારી , મંડળીની જમીનમાં બેસાડી કૌભાડ આચર્યું હોવાના પૂરવા સાથે આક્ષેપ થયા હતા પણ તપાસમાં પરિણામ હાલ સુધી જોવા મળતું નથી કે આ કૌભાંડ નથી થયું તેવું પણ જોવા મળ્યું નથી.

 

કૌભાંડીઓ એ DILR નું સેટિંગ પાડી કૌભાડ આચર્યું

    પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શબ્દલપુરા ગામે આવેલ રેવન્યુ સર્વે નંબર 155/56 વિશાળ હોય જેનો ફાયદો કેટલાક કૌભાંડીઓ  દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. શબ્દલપુરા ગામની જે જમીન એક થી દોઢ કિલોમીટર અંદર હતી તે જમીન હાઇવે ઉપરના 155 ,156 સર્વે નંબરમાં સીટો બેસાડી હોવાની કલેકટર માં રજૂઆતો પણ થઈ હતી અનેક ફરિયાદો પણ થઈ હતી. આવી ફરિયાદો રજૂઆતો થયા બાદ આ સર્વે નંબરમાં કોઈ ને કોઈ અન્ય કારણો ને લઈને અલગ અલગ મેટરો હાઈકોર્ટ માં ગયેલ અને હાઇકોર્ટનું અન્ય કારણો સર સ્ટે આપવામાં આવેલ છે જેથી આ જમીન લે વેચ થતી નથી.

     

DILR ના લિલાજી ઠાકોરના સમયે કૌભાડ થયું હોવાની ચર્ચા

પાટણ ડી આઈ એલ આર માપણી ખાતા ની કચેરીમાં સર્વેયર લીલાજી ઠાકોર ફરજ બજાવતા હતા તે દરમિયાન કેટલાક કૌભાંડી ઓ આ અધિકારી સાથે સાંઠ ગાંઠ હતી.જેથી માસ્ટર માઈન્ડ લીલાજી ઠાકોર અને બિલ્ડરો દ્વારા જમીન ઉથલ પાથલ કરવાનું નક્કી થયું. પ્રથમ શબ્દલપુરાના ખેડૂતોની અંદર રહેલી જમીન વેચાણ લેવાનું મુળ ખેડૂતોને મળીને નક્કી થાય છે અને ત્યારબાદ કેટલાક કૌભાંડીઓ DILR ના સર્વેયર લીલાજીને મળે છે. અને  ત્યારબાદ કૌભાંડ નો ખેલ શરૂ થાય છે.જેમાં અંદર આવેલી જમીનો ઉપાડી હાઇવે પર 155/156 જ્યાં સરકારી ગોપાલક મંડળીની જમીન છે ત્યાં આ સર્વે નંબર ની સીટો બેસાડી દેવામાં આવી વિગતો ખૂબ ચર્ચામાં છે.

કેમ 155/156 માં બધા સર્વે નંબરની સીટો બેસી

શબ્દલપુરા ગામે આવેલ દેવની સર્વે નંબર 155, 156 જે વિશાળ છે. જે વિશાળ હોવાના કારણે તેનો લાભ ઉઠાવીને અંદર રહેલા ઉથલપાથલ થયેલા તમામ સર્વે નંબરોનો આ વિશાળ સર્વે નંબરમાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે.

તલાટી ના પંચનામા માં સર્વે નંબર

તાત્કાલિક તલાટી ના પંચનામા માં શબ્લપુરાના ઉથલ પાથલ થયેલ સર્વે નંબર શેરગઢ ની સીમ બાજુ ગામ તરફ 1 કિમી થી દોઢ કિમી અંદર દર્શાવેલ છે.

આ કૌભાંડમાં સરકારી અધિકારીઓ અને કેટલાક ખાનગી વ્યક્તિઓએ ખેડૂતોને આગળ ધરી સીટો બેસાડી તે જમીનો ખરીદી હોવાના સંડોવણીમાં આક્ષેપો છે, જેમણે ગેરકાયદેસર રીતે સર્વે નંબરોમાં ફેરફાર કરી સરકારને નુકસાન દેખીતી રીતે પહોંચાડ્યું છે.

કેટલાક સર્વે નંબરો માં ફરિયાદો કેટલાકમાં સ્ટે

ઉતર ગુજરાતનું સૌથી મોટા આ કૌભાંડના વિરોધમાં ફરિયાદો અને તપાસની માગણીઓ કરાઈ છે કે આ કૌભાંડની જડ સુધી તપાસ થાય અને તમામ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થાય પણ આજ દિન સુધી પરિણામ શૂન્ય

અરજીઓ બાદ ત્રણ કમિટી દ્વારા રિપોર્ટ પણ થયેલ

માપણી ખાતાની વર્ષ 2019માં વડોદરા ,મહેસાણા અને ગાંધીનગર કચેરી દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી જેમાં મૂળ ખેડુતો,સરકારી રેકર્ડ,જૂના નવા નકશા ની તપાસ બાદ રિપોર્ટ કલેકટર માં રજૂ થયેલ છે.પરંતુ રીપોર્ટ બાદ નક્કર કાર્યવાહી થઈ નથી તેવું લોકચર્ચા માં છે.

ન્યાયલયીન કાર્યવાહી
કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારના કૌભાંડો મોટા પ્રમાણમાં ચાલતા હોય છે અને એમાં કાયદાકીય સહયોગની જરૂર પડે છે. આ મામલામાં પણ ન્યાય માટે કોર્ટનો સહારો લેવો પડશે.

આ બાબતે આગળની અપડેટ્સ માટે અમારા સાથે જોડાયેલા રહો.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!