Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

રાજકોટમાં મોતનો તાંડવ,28 લોકોના જીવ લીધા,મોરારિ બાપુએ મૃતકોના પરિવાજનોને 5 લાખની સહાય કરી, TRP ગેમ ઝોનના માલિકો પહેલાં મોતનું ફોર્મ ભરાવતા

રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનની આગમાં એક નહીં 28 જિંદગી બળીને ખાખ થઈ હતી. અજુગતી વાત તો એ છે કે, કોરોના સમયે જે જગ્યાએ કોવિડ વોર્ડ હતો હાલ તે જગ્યાએ DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. ટીઆરપી ગેમ ઝોનમાં આગ બાદ સૌથી મોટી સમસ્યા રેસ્ક્યુની છે. બુલડોઝરથી રસ્તો સાફ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં સફળતા મળી નહોતી, આથી આખો શેડ જ ધ્વસ્ત કરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવા નિર્ણય લેવાયો છે. આ કામગીરી માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પાંચ બૂલડોઝર દોડાવ્યા હતા અને ધીમે-ધીમે શેડ તોડાઈ રહ્યો છે હાલ આ કામગીરી ચાલી જ રહી છે.

ગેમ ઝોનના માલિકો લોકો પાસે મોતનું ફોર્મ ભરાવતા

ગેમ ઝોનના માલિકો લોકો પાસે મોતનું ફોર્મ ભરાવતા હોવાનું સામે આવ્યું છે. લોકો ગેમ રમવા આવતા હતા તેમની પાસે પહેલાં ફોર્મ ભરાવવામાં આવતું હતું. આ ફોર્મની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, જો કોઈને ઇજા કે મોત થાય તો ગેમ જવાબદાર રહેશે નહીં. તમે કોઈપણ ગેમ રમકા હશો અને કોઈપણ ઘટના બને તો તેની જવાબદારી ગેમની રહેશે નહીં. પહેલેથી જ પોતાના બચાવ માટે મોતના ફોર્મ ભરાવી લેવામાં આવતા હતા.

 

રાજકોટવાસીઓને અને ગુજરાતના તમામ સંવેદનશીલ નાગરિકોને ક્યારેય નહીં ભૂલાય. એ ગોઝારા દિવસે સાંજે રાજકોટમાં આવેલા ટીઆર પી ગેઈમ ઝોનમાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર નિર્દોષ બાળકો સહિત 28 લોકોનાં કરુણ મોત નિપજયા છે.

આ ઘટના એટલી ભયાવહ હતી કે મૃતદેહોની ઓળખાણ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવો પડશે, મોરારીબાપુની કથા ગોંડલમાં ચાલતી હતી અને તે દરમિયાન આ કરુણ સમાચાર પ્રાપ્ત થતાં તેમણે કથા વિરામના દિવસે કથામાં ઉપસ્થિત તમામ શ્રોતાઓ અને સાઘુ સંતોને સાથે રાખીને વ્યાસપીઠેથી આગની ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને કથાના મનોરથી પરિવાર તથા સૌ શ્રોતાઓને સાંકળી તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા 5,00,000 (પાંચ લાખનું) તુલસીદલ સમર્પિત કર્યું છે. વિરપુરના જલારામ બાપા પરિવારના ભરતભાઈ ચાંદરાણી દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. કથા પ્રારંભે મોરારીબાપુએ રામનામની ધૂન બોલાવી, રામરક્ષા સ્તોત્રનાં મંત્રોચ્ચાર સાથે અને અત્યંત આર્દ્ર હ્રદયે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી હતી. મોરારીબાપુએ દિવંગત થયેલા લોકોના નિર્વાણ માટે પ્રાથના કરી છે.

*મૃતકો*

1. નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.વ. 23)

2. પ્રકાશભાઇ નગીનદાસ પાંચાલ (ગોંડલ)

3. વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.વ. 44)

4. ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)

5. દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)

6. સુનિલભાઇ હસમુખભાઇ સિદ્ધપુરા (ઉ.વ. 45)

7. ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 35)

8. અક્ષત કિશોરભાઇ ઘોલરીયા (ઉ.વ. 24)

9. ખ્યાતિબેન સાવલીયા (ઉ.વ. 20)

10. હરિતાબેન સાવલીયા (ઉ.વ. 24)

11. વિશ્વરાજસિંહ જાડેજા (ઉ.વ. 23)

12. કલ્પેશભાઇ બગડા

13. સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા

14. નિરવ રસિકભાઇ વેકરીયા (ઉ.વ. 20)

15. સત્યપાલસિંહ જાડેજા (ઉ.વ. 17)

16. શત્રુઘ્નસિંહ ચુડાસમા (ઉ.વ. 17)

17. જયંત ગોટેચા

18. સુરપાલસિંહ જાડેજા

19. નમનજીતસિંહ જાડેજા

20. મિતેશ બાબુભાઇ જાદવ (ઉ.વ. 25)

21. ઓમદેવસિંહ ચુડાસમા (ઉ.વ. 35)

22. વિરેન્દ્રસિંહ

23. કાથડ આશાબેન ચંદુભાઇ (ઉ.વ. 18)

24. રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉ.વ. 12)

25. રમેશ કુમાર નસ્તારામ

26. સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા

27. મોનુ કેશવ ગૌર (ઉં.વ. 17)

 

8 સામે ગુનો નોંધાયો

રાજકોટની ગેમઝોનનની ગોઝારી દુર્ઘટનામાં યુવરાજસિંહ, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. IPCની કલમ 304, 308, 337, 338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ હવે વિધિવત ધરપકડ કરશે.

ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ ગેમિંગ ઝોન મુદ્દે તાત્કાલિક સુનાવણી

હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો ચાલુ આજે સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી છે.

DNA રિપોર્ટ ન આવતાં પરિવારનો આક્રંદ

રાજકોટની આગમાં હોમાયેલા પુત્ર સુરપાલસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહને દીકરો ખોવાનો આઘાત લાગ્યો છે. વિદ્યાર્થી આત્મીય કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મૂળ ધ્રોલનો પરિવાર છે.

CMની હોસ્પિટલ મુલાકાત

ગેમઝોનમાં લાગેલી ભયાનક આગમાં 28 લોકો બળીને ભડથું થઈ ગયા. ઘટના બાદ CM, PM સહિતનાઓએ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું હતું. જોકે ગઈકાલે રાત્રે લાગેલી આ આગ બાદ આજે એટલે કે, 25 મેના રોજ સવારે 9 વાગ્યે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં જે દર્દીઓ દાઝી ગયા છે તેમની સાથે વાતચીત કરી ખબરઅંતર પૂછ્યા હતા. તેમજ મૃત્યુ પામેલા પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

25 DNA સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા

સવારે 4:30 વાગ્યે એર એમ્બ્યુલન્સ મારફતે 25 DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. હવે 48 કલાક બાદ રિપોર્ટ આવશે. બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી. જૂનાગઢથી સ્વજનો આવી રહ્યા છે અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી નથી આવ્યા. AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે.

તમામ અધિકારીઓને 3 વાગ્યા પહેલા કલેક્ટર કચેરીએ પહોંચવા જણાવ્યુ

આ સંપૂર્ણ તપાસ હમણા જ ચાલુ કરવામાં આવશે અને બેઠક બાદ આ ઘટના સંબંધિત તમામ માહિતી હું સવાર સુધીમાં આપ સૌ લોકોને આપીશ. મુખ્યમંત્રીએ તાત્કાલિક મને જવાબદારી સોંપીને રાજકોટ પહોંચવા માટે સૂચના આપી હતી. હજુ પણ કાટમાળમાં લોકોની શોધખોળની કામગીરી શરુ છે. હમણા કલેક્ટર ઓફિસે થોડી જ વારમાં બેઠક ચાલુ થશે. જેટલા ડિપાર્મેન્ટ આની મંજૂરી માટે જવાબદાર છે તે તમામ લોકોને સૂચના આપવામાં આવી છે કે, તેના ઉપરી અધિકારીઓથી લઈને નીચેના અધિકારીઓએ ઘરે નથી જવાનુ. સંપૂર્ણ કાગળ અને ફાઈલ લઈને 3 વાગ્યા પહેલા કલેક્ટર કચેરીએ પહોંચવા જણાવ્યુ છે.

યુવરાજસિંહ સોલંકીની રાજકોટ પોલીસે અટકાયત કરી

રાજકોટ TRP ગેમ ઝોનના માલિક પૈકી એક માત્ર યુવરાજસિંહ સોલંકીની રાજકોટ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. જયારે અન્ય માલિકોના ઘર પર તપાસ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ રાહુલ રાઠોડ નામના ભાગીદારની દેખરેખ હેઠળ વેલ્ડિંગ કામગીરી થઇ રહી હતી, તેમની બેદરકારી કહી શકાય. રાહુલ રાઠોડ મૂળ ગોંડલનો રહેવાસી છે. 2017માં GTUમાંથી IC એન્જીનીયર બન્યો હતો. આગ લાગવાની જાણ થતા સેલ્સ મેનેજર દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને પાણીના પાઇપની મદદથી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવતા હતા. ગોંડલ-એ ડિવિઝન પોલીસ દ્વારા તેના ઘરે તપાસ હાથ ધરવામાં આવી પરંતુ, તે હાજર મળી આવ્યો ન હતો.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!