Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

હનીટ્રેપ: હોટલમાં યુવકને ફસાવ્યો,પછી યુવતીએ 6 લાખ માંગ્યા

ગાયબ થયા ના બીજા દિવસે બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી

ભગુજી હોટલમાંથી યુવતીને ઝડપી પાલારા જેલ હવાલે કરાઈ

દિવસે ને દિવસે હનીટ્રેપ ના કિસ્સો વધી રહ્યા છે ફરી આવો જ એક બનાવ સામે આવ્યો છે.કચ્છમાં સુખી સંપન્ન પરિવારના શોખીન યુવાનોને નિશાન બનાવી હનીટ્રેપનો શિકાર બનાવ્યા બાદ મો માંગ્યા પૈસા પડાવવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે.અગાઉ માધાપરના દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 4 કરોડની ખંડણી માંગી મરવા માટે મજબુર કરાયાના બનાવે ભારે ચર્ચા જગાવી હતી ત્યારે વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં રાજકોટની યુવતીએ ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કર્યા બાદ માધાપરના યુવકને મળવા માટે હોટલમાં આવી સુંવાળા સબંધો કેળવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 6 લાખની ખંડણી માગી હતી.

માધાપર જુનાવાસના બાપાદયાળુ નગરમાં રહેતા અને સુખપરમાં આઇડીયલ સ્ટીલ નામની દુકાન ચલાવતા 31 વર્ષીય ડીકેશપુરી રામપુરી ગોસ્વામીએ માધાપર પોલીસ મથકે રાજકોટની 22 વર્ષીય ફીઝા મીર નામની યુવતી વિરુદ્ધ રૂપિયા 6 લાખની ખંડણી માંગ્યાનો ગુનો નોધાવ્યો છે. ફરિયાદી યુવકના જણાવ્યા મુજબ ગત રવિવારે આરોપી યુવતીના ઇન્સ્ટાગ્રામમાં રાખેલ વિડીયોમાં પોતે કોમેન્ટ કરી હતી.જે બાદ ફરિયાદી અને આરોપી પરિચયમાં આવતા બન્ને વચ્ચે વાતચીત થઇ અને વિડીયો કોલ કર્યો હતો.

યુવતીએ મળવા માટે ઈચ્છા વ્યક્ત કરી બુધવારે કામકાજ માટે ગાંધીધામ આવ્યા બાદ ભુજમાં ફરિયાદીને મળવા માટે કહ્યું હતું.જે બાદ બુધવારે સવારે સાડા નવેક વાગ્યે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી પોતે બસમાં બેસી ભુજ આવતી હોવાનું કહ્યું હતું.જેથી ફરિયાદીએ માધાપર પહોચી ફોન કરવા કહ્યું હતું. સાંજે પાંચેક વાગ્યે માધાપર બસ સ્ટેન્ડ પર પહોચેલી યુવતીને ફરિયાદી પોતાની થાર ગાડી નંબર જીજે 12 એફડી 2227 થી લેવા માટે ગયો હતો.અને વથાણમાં આવેલી હોટલ પર ચા પીધા બાદ બન્ને શિવમપાર્કની સામે આવેલી હોટલ ભગુજીના રૂમ નંબર 205 માં રોકાયા હતા.જ્યાં આરોપી યુવતીએ પોતાના મનસુબા મુજબની હરકતો શરૂ કરી યુવકને પોતાની જાળમાં ફસાવી શરીર સબંધ બાંધ્યો હતો.જે બાદ યુવતીએ પોતાનો મિત્ર મળવા માટે નીચે આવ્યો હોવાનું કહી હોટલના રૂમમાંથી ગાયબ થઇ ગઈ હતી.એક કલાક સુધી હોટલના રૂમમાં રાહ જોયા બાદ ફરિયાદી પણ ત્યાંથી બહાર નીકળ્યો અને યુવતીને મેસેજ કર્યો હતો.પરંતુ યુવતીએ મેસેજ જોયા બાદ કોઈ જવાબ ન આપતા ફરિયાદી યુવક પોતાના ઘરે ચાલ્યો ગયો હતો.સમગ્ર ઘટના બાદ ગુરુવારે સવારે યુવતીએ ફરિયાદીને મેસેજ કરી પોતે બળાત્કારનો કેસ કર્યો હોવાનો કહી
સમાધાન કરવા માટે પ્રથમ રૂપિયા 6 લાખ અને બાદમાં 5 લાખ આપી દેવાની ધમકી આપી હતી.

     

બળાત્કારના કેસની ધમકી બાદ ફરિયાદીએ ધમકી અને બદનામીના ડરથી સમગ્ર બાબતે પોતાના મિત્રને વાત કરતા અંતે માધાપર પોલીસ મથકે મામલો પહોચ્યો હતો. સમગ્ર બનાવ બાબતે માધાપરના ઇન્ચાર્જ પીઆઈ બી.એ.ડાભી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આરોપી યુવતીને પોલીસે ઝડપી લીધી છે.જેને કોર્ટમાં રજુ કર્યા બાદ પાલારા જેલ હવાલે કરી દેવામાં આવી છે. દરમિયાન યુવતીઅે પણ યુવક સામે માધાપર પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. નોંધનીય છે કે, કચ્છમાં અગાઉ પણ હનીટ્રેપની ઘટનાઓ બની છે.

શિકારને જાળમાં ફસાવીને યુવતી ત્રીજા જ દિવસે હોટેલમાં મળવા આવી આરોપી યુવતી અને માધાપરના યુવક વચ્ચે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ગત રવિવારે જ પરિચય થયો હતો.જાળ બિછાવી બેઠેલી યુવતી પોતાનો શિકાર આવતાની સાથે જ મળવાની ઈચ્છા દર્શાવી હતી અને માત્ર ત્રણ દિવસના પરિચય બાદ બુધવારે તો મળવા પણ પહોચી આવી હતી

*કેટરર્સમાં કામ કરતી અને દારૂ-ગાંજો ફૂંકતી*

આરોપી યુવતી રાજકોટમાં સ્વતંત્ર રીતે રહેતી અને કેટરર્સના વ્યવસાયમાં કામ કરતી હતી.22 વર્ષની ઉમરે દારૂ અને ગાંજો ફૂંકવાની લતે ચડેલી આરોપીએ પોતાના મોજશોખ પુરા કરવા માટે યુવાનને ફસાવી પોતાનો શિકાર બનાવ્યો હતો.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!