Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

રાધનપુર :મામલતદારને માહિતી આપ્યા બાદ ફોન નહિ ઉપાડે!!! શું સેટિંગ કરી લે છે??? તેવા અનેક સવાલો

રાધનપુર મામલતદારની ઢીલી નીતિના કારણે સરકારને નુકસાનની ભીતી

રેવન્યુ તલાટી ACB ના હાથે ઝડપાયો તે સમયે મામલતદાર બચી ગયા

રાધનપુર મામલતદાર આવ્યા ત્યારથી અનેક વિવાદો જોવા મળ્યા છે. થોડા સમય અગાઉ રેવન્યુ તલાટીને ACB લાંચ લેતા ઝડપ્યો હતો જેમાં સોલવંસી દાખલા નામે તલાટીએ લાંચ માગી હતી.તે સમયે તલાટી ઝડપાઈ ચૂક્યો હતો. પરંતુ તેણે મામલતદારનું નામ નહિ ખુલતાં તે સમયે બગવાન નો બચાવ થઈ ગયો હતો.જો આ ACB ટ્રેપ થોડી લેટ થઈ હોત એટલે કે સોલવંશી દાખલા સમયે થઈ હોત તો કદાચ મામલતદારની પણ સંડોવણી સામે આવી ચૂકી હોત!!!

     

મામલતદાર સાચા હોય અને સરકારી હિતને ધ્યાને રાખતા હોય તો ખનન ની તપાસ કરે

     મામલતદાર બાગબાન આવ્યા ત્યારથી રાધનપુર વિસ્તારમાં અનેક જગ્યાએ પ્લોટ માં ગેરકાયદેસર પુરાણ થઈ રહ્યા છે.રોયલ્ટી ભર્યા સિવાય આવા પુરાણ થતાં હોઈ સરકાર શ્રીની તિજોરીને મોટું નુક્સાન થઈ રહ્યું છે.મામલતદાર બધું જાણે છે એટલું જ નહિ મામલતદાર ને કોઈ જાગૃત નાગરિકો ખનન બાબતે તપાસ કરવા સ્થળ આપે છે સ્થળ ની વિગતો લઈ મામલતદાર પછી શું !!! તપાસ કરી તે માટે ફરી ફોન ઉપાડતા નથી જેનો સીધો મતલબ એવો થાય છે કે મામલતદાર જગ્યાનું ઠેકાણું શોધી પોતે તોડ કરી લેતા હોય તેવું માની શકાય,નહિ તો જે જાગૃત નાગરિકો જ્યારે તપાસ માટે પ્રથમ ફોન કરે જગ્યા સ્થળનું એડ્રેસ લઈ ફોન ઉપાડવાનું તાડે કરી લે છે કે શું!!! પછી માહિતી અપનારનો ફોન ન ઉપાડતા મામલતદાર સામે શંકા થાય છે.

   
આ સિવાય કેટલીયે રજૂઆતો ફરિયાદો ટેલીફોનીક મળે છે પરંતુ મામલતદાર પોતાનું કરી લેતા તપાસ કરતા નથી.જેના લીધે સરકાર ને મોટું નુકસાન થઈ રહ્યું છે.તલાટી વાળી ACB ટ્રેપ થઈ તેમાં પણ મામલતદાર માનતો નથી તેવો ઓડિયો ક્લિપ ACB માં રજૂ થયો હતો.પરંતુ કોઈ કારણોસર મામલતદારનો બચાવ થઈ ગયો હતો.

       જો મામલતદાર સાચા હોય અને સરકાર શ્રીના હિતને ધ્યાને લેતા જો કાર્યવાહી કરવા માગતા હોય અને પોતે તોડબાજ ના હોય તો શબ્દલપુરા ગામે બસ સ્ટેન્ડ પર jio નો પંપ માં પુરાણ કરેલ છે તેની તપાસ કરી સરકારમાં રોયલ્ટી ભરાવે,બસ સ્ટેન્ડ થી ભાભર રોડ તરફ જ્યાં કેનાલ છે ત્યાં પણ મોટા પ્રમાણમાં ડપિંગ કરેલ ખનન નાખવામાં આવ્યું છે .જેની તપાસ કરે!!!,મામલતદાર કચેરી સામે મોટા પ્રમાણમાં ખનન માટી નાખવામાં આવી છે. જેમાં કેટલી રોયલ્ટી ની મંજૂરી મેળવી તે અને નાખવામાં આવેલ માટી ના પુરાણ ની તપાસ કરે આ ત્રણ જગ્યાએ જો મામલતદાર બાગબાન તપાસ કરાવે તો મોટા પ્રમાણમાં ખનન ચોરી ઝડપાઈ શકે તેમ છે.પરંતુ મામલતદાર દૂધના ધોયેલા નથી એટલે તપાસ તો કોઈ નાગરિકો આવી રજૂઆત કરે છે તે રજૂઆત કરનાર નો ફરી ફોન ઉપાડવામાં આવતો નથી ત્યારે મામલતદાર જો ભ્રષ્ટાચારી ના હોય તો ખનન ની ત્રણ જગ્યાએ તપાસ કરી બતાવે બસ સ્ટેન્ડ ભાભર રોડ, શબ્દલપુરા બસ સ્ટેન્ડ આગળ અને તેમની કચેરી આગળ નાંખવામાં આવેલ ખનન ની જો મામલતદાર સરકાર હિતને ધ્યાને લઇ  તપાસ નહી કરાવે તો લોકો અરજી લેશે કે તમને સરકારી તિજોરી ને ફાયદો કરાવવામાં રસ નથી અથવા તો તમે આ ત્રણ જગ્યાએ તમારું કરી લીધું,તમે જવાબ આપો પ્રજા પૂછે છે.જો તમે તટસ્થ તપાસ કરશો અથવા કરાવશો તો તમે સત્યવાદી છો તેવું અમો માની લઈશું,પ્રજા રાહ જોવે છે કરી દેખાડો?

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!