Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

રાધનપુર :અગીચાણાંના પાંચ આરોપીઓને એડિશનલ કોર્ટે આજીવન કેદ ની સજા ફટકારી એક નિર્દોષ જાહેર

રાધનપુર અગીચાણાંના પાંચ આરોપીઓને એડિશનલ કોર્ટે આજીવન કેદ ની સજા ફટકારી એક નિર્દોષ જાહેર

શું હતો બનાવ

વર્ષ -૨૦૧૯ માં રાધનપુર તાલુકાના દહેગામ ગામે અડધી રાત્રે  રત્નાભાઈ મલાભાઇ આહીર ઘરે અગીચાના ગામના આયાર બાબુભાઈ રાયમલભાઈ ,અયાર દિનેશભાઈ રાયમલભાઈ, આયર દેવાયતભાઈ રાયમલભાઈ, આયર તેજાભાઇ ભલાભાઈ ,આયર અરજણભાઇ ઉર્ફે અજાભાઈ તેજાભાઇ અને આયર રાયમલભાઈ ભલાભાઈ દહેગામ આવે છે.અને રાત્રીના સમય દરમિયાન રત્નાભાઈના ઘરે અનઅધિકૃત હથિયારો લઈને ઘૂસે છે અને નિદ્રામાં સૂતેલા વ્યક્તિઓ પર હુમલો કરતા એક વ્યક્તિનું મરણ થાય છે.

   

ગઈ તા.૦૭/૦૨/૨૦૧૯ ના રોજ મારા નાના ભાઈ મોમાયાભાઈએ ધોળકડા, તા.રાધનપુર ગામના આહિર અમથાભાઈ ખોડાભાઈની દિકરી નિમુબેન ઉર્ફે લીલા ની સાથે પ્રેમલગ્ન અમદાવાદ મુકામે કરેલ અને આ લગ્ન અમો બંને પક્ષના માણસોએ મંજુર રાખેલ અને આ મારા ભાઈ મોમાયાના અમારી સમાજના રીત રીવાજ મુજબ લગ્ન કરવાનું નકકી કરેલ. અને તેઓના લગ્ન તા.૧૦/૦૫/૨૦૧૯ ના રોજ શરૂ થયેલ અને તા.૧૭/૦૫/૨૦૧૯ ના રોજ જાન લઈને જવાનુ હતુ અને આ લગ્ન પ્રસંગમા અમારા સગા સબંધી માણસો આવેલ હતા.

        તારીખ ૧૪/૦૫/૨૦૧૯ ના રોજ રાત્રીના બારેક વાગ્યા સુધી અમો ઘરના તેમજ અમારા સગા સબંધી માણસો અમારા ઘરે બેસીને વાતો ચીતો કરેલ અને ત્યારબાદ અમારા મકાનની ફરતે વરંડો હોય જે વરંડાના બારણા બંધ કરીને હું તથા મારી પત્નિ અમારા ઘરની ઓસરીમાં સુતેલા અને ઘરની આગળના આંગણામાં મારા પિતા મલાભાઈ તથા મારી માતા માનીબેન તથા મારી બહેન સેજીબેન તથા તેના નાના નાના ભાણીયા સુતેલા અને અમારા ઘરના ધાબાની ઉપર મારા બનેવી આહિર કાનાભાઈ રહે.મોટી પીપળી તથા બનેવી આહિર રાયમલભાઈ રહે.ધોળકડા વાળા તેમજ બીજા નાના છોકરાઓ પણ સુતેલ હતા અને મારો ભાઈ મોમાયાભાઈ જે મારા ઘરની બાજુમાં મારા પિતાજી રહેતા હોય તેમના ઘરની અંદર સુતેલ હતો અને અમારા ઘરના આંગણામાં મંડપ બાંધેલ હોય જેથી એક લાઈટ ચાલુ રાખી અમો તમામ સુઈ ગયેલ હતા અને મારા ઘરની બાજુમાં ગામમાં જવાનો વરંડાનો દરવાજો આવેલ ત્યાં કંઈક પડવાનો અવાજ થતા હું એકદમ જાગી ગયેલ અને લાઈટના અજવાળે જોયુ તો આહિર દેવાયતભાઈ રાયમલભાઈ રહે.અગીચાણા વાળો હાથમાં ખુલ્લી છરી સાથે વરંડોકુદીને અંદર પડેલ હતો. અને તેને એકદમ અમારા વરંડાનો દરવાજો ખોલતા મે બુમ પાડતા દરમ્યાન બારણાં વાટેથી બીજા ચારેક માણસો હાથમાં હથીયારો સાથે ઘુસીને મારા પિતાજી બારણાની નજીક સુતેલ હતા. તેઓની ઉપર આ માણસો એકદમ તેમના હથીયારથી આડેધડ ઘા મારવા લાગેલ અને મે બુમા બુમ કરતા ઘરે સુતેલ માણસો જાગી ગયેલ અને મારા પિતાને આ લોકો મારતા હોય તેમને છોડાવવા વચ્ચે પડતા દરમ્યાન જોયુ તો આહિર બાબુભાઈ રાયમલભાઈ જેઓના હાથમાં ધારીયું હતુ. તેમજ આહિર દિનેશભાઈ રાયમલભાઈના હાથમાં સોયેડન હતુ. અને દેવાયતભાઈના રાયમલભાઈના હાથમાં ખુલ્લી છરી હતી. અને આહિર તેજાભાઈ ભલાભાઈના હાથમાં લાકડી અને આહિર અજાભાઈ તેજાભાઈના હાથમાં લોખંડની ટોમી હતી. અને આ તમામ માણસો અગીચણા, તા.રાધનપુર ગામના હતા. અને અમારા સબંધીના ગામના હોય જેઓને મે સારી રીતે ઓળખેલ અને મારા પિતાજીને ખાટલામાં સુતેલાને મારતા દરમ્યાન હું છોડાવવા જતા મને જમણા હાથે આહિર તેજાભાઈ ભલાભાઈએ લાકડી મારેલ અને ઘણો હોબાળો થતા આ લોકો તેમના હથીયારો લઈ અમારા ઘરેથી નીકળેલ દરમ્યાન કહેતા હતા કે હજીતો મયલાને (મોમાયાભાઈ) પતાવી દેવાનો છે. તેમ કહી ભુંડી ગાળો બોલતા બોલતા નીકળેલ અને ઘરની બાજુના જાહેર રસ્તામાં એક પીકપ ડાલુ જીપ તથા એક ઈકકો ગાડીમાં બેસીને જતા રહેલ જે ગાડીઓના નંબર ઉતાવળના કારણે જોઈ શકેલ નથી. અને મારા પિતાજીને જોયેલ તો માથાના ભાગે ઘા વાગેલ હોય લોહી નીકળતુ હતું તેમજ ડાબા પગના ભાગે હાટકુ બહાર નીકળી લોહી નીકળતુ હતુ. અને શરીરે પણ માર વાગેલ જેઓ બેભાન હાલતમાં થઈ ગયેલા હતા. અને અમોએ તાત્કાલીક અમારા ગામનાઆહિર ભગાભાઈ ખોડાભાઈની ગાડી બોલાવાનુ જણાવેલ અને આ દરમ્યાન મારા બનેવી આહિર કાનાભાઈને પણ જમણા હાથે ટોમી વાગેલ હોવાનુ જણાવેલ અને આહિર લખમણ ભાઈ ભગાભાઈ તેમની બોલેરો ગાડી લઈને આવતા તેમા મારા પિતા મલાભાઈને સુવડાવી હું તથા મારા બનેવી કાનાભાઈ તથા મારા કાકા આહિર હરસુરભાઈ ભુરાભાઈ તથા મારા કાકા આહિર વાલાભાઈ કરશનભાઈ નાઓ રાધનપુર સરકારી દવાખાને લાવી સારવાર કરાવતા ડોકટર સાહેબે તપાસતા મારા પિતા મરણ ગયેલ હોવાનુ જણાવેલ હતું.

આ બનાવ બનવાનું કારણ એ છે કે ફરિયાદીના ભાઈ મોમાયા ઉર્ફે મયુરનું સગપણ ……ની સાથે કરેલ તે ….. બેનનું સગપણ આ આરોપી આહિર બાબુભાઈની સાથેથી છુટટુ થતા જે …. બહેનનું સગપણ મારા ભાઈની સાથે મારા પિતાજીએ કરેલ હોવાથી આ માણસો ભેગા મળી એકસંપ થઈ હથીયારો સાથે આવી આજરોજ રાત્રીના દોઢેક વાગ્યાના સુમારે અમારા વરંડા બંધ ખુલ્લા આંગણામાં બનેલ છે. મને ઈજા થતા મે પણ સારવાર કરાવેલ છે. તો આ તમામની વિરૂધ્ધમાં મારી ધોરણસર થવા ફરીયાદ છે.”

રાધનપુર પોલીસ માં કઈ કઈ કલમો મુજબ,કોના કોના સામે FIR થઈ હતી

આમ ઉપરોકત ફરીયાદ આધારે રાધનપુર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુન્હા રજી. નં.૬૫/૨૦૧૯ થી
અગીચાણi ગામના ૧,આયાર બાબુભાઈ રાયમલભાઈ ૨,અયાર દિનેશભાઈ રાયમલભાઈ ૩,આયર દેવાયતભાઈ રાયમલભાઈ ૪,આયર તેજાભાઇ ભલાભાઈ ૫,આયર અરજણભાઇ ઉર્ફે અજાભાઈ તેજાભાઇ અને ૬,આયર રાયમલભાઈ ભલાભાઈ
આરોપીઓ વિરુધ્ધ ભારતીય ફોજદારી અધિનિયમ (હવે પછી ટૂંકમાં ‘ઈ.પી.કો.’ કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૫૧, ૩૪ તથા જી.પી. એકટ કલમ-૧૩૫ મુજબનો ગન્હો દાખલ થયેલ હતી.

આરોપી તરફે  વિ.વકીલશ્રી કે.એમ.કાઝીએ* સજા અંગેની પોતાની દલીલોમાં રજુઆત કરેલ  કે, આ કામના આરોપીઓ ગરીબ વર્ગના છે. આરોપીઓ ઉપર તેમના કુટુંબની જવાબદારી રહેલ છે. આરોપીઓ સામે આ પ્રથમ ગુનો પુરવાર થયેલ છે. આરોપીઓની આર્થિક, સામાજીક પરિસ્થિતી ધ્યાને લઈ, આરોપીઓ ઉપર દયા રાખી ઓછામાં ઓછી સજા કરવા  કોર્ટ સમક્ષ અરજ કરેલ હતી.

ફરિયાદી તરફે વિ.એ.પી.પી.શ્રી એમ.ડી.પંડયાએ ધારદાર દલીલમાં જણાવેલ છે કે, સમાજમાં દાખલો બેસે તે માટે કાયદામાં ઠરાવેલ આજીવન કેદની સજા કરવા વિનંતી કરેલ હતી. વધુમાં રજુઆત કરેલ  કે, આ કામે ફરીયાદીએ આ ગુનામાં તેમના પિતા ગુમાવેલા છે અને મરણ જનાર તેમના પરિવારની તમામ જવાબદારી અદા કરતા હતા, તેથી તેમના મૃત્યુ બાદ તેઓના કુટુંબ ને આર્થિક ફટકો પડેલ છે અને સ્થિતિ કથળી ગયેલ છે. તેથી ફરીયાદીની આર્થિક સ્થિતિ અને ફરીયાદીએ કુટુંબના મુખ્ય વ્યકિત એટલે કે, મોભીને ગુમાવેલ હોય તેઓને આર્થિક ટેકો મળે તે હેતુ ધ્યાને લઈ, વળતરની યોગ્ય રકમ અપાવવાનો હુકમ કરવા વિનંતી કરેલ હતી. તેઓએ રજુઆત કરેલ છે કે, આ કામના આરોપીઓની આર્થિક સ્થિતિ પણ સામાન્ય છે. જેથી આરોપીઓ પાસેથી ફરીયાદીને વળતરની પુરતી રકમ મળી શકે તેમ ન હોઈ,ક્રિ.પ્રો.કોડની કલમ-૩૫૭એ અન્વયે વિકટીમ કમ્પનસેશન સ્કીમ હેઠળ ફરીયાદીને વળતર તરીકે યોગ્ય રકમ ચુકવવા માટે ડી.એલ.એસ.એ., પાટણને ભલામણ કરવા વિનંતી કરેલ હતી.

મુખ્ય પાંચ આરોપીને આજીવન કેદની સજા

આરોપી નં.૧ આયર બાબુભાઈ રાયલમભાઈ ભલાભાઇ, આરોપી નં. ૨ આયર દિનેશભાઈ રાયમલભાઇ, આરોપી નં. ૩ આયર દેવાયતભાઈ રાયમલભાઈ ભલાભાઈ, આરોપી નં. ૪ આયર તેજાભાઈ ભલાભાઈ, આરોપી નં. ૫ આયર અરજણભાઇ ઉર્ફે અજાભાઇ તેજાભાઇ ભલાભાઇ, તમામ રહે. મુ.અગીચણા, તા.રાધનપુર, જી.પાટણવા ળાઓને ક્રિ.પ્રો.કોડની કલમ-૨૩૫(૨) અન્વયે ભારતીય દંડ સંહીતાની કલમ-૩૦૨ સાથે વાંચતા કલમ-૩૪ અને કલમ-૧૪૯ મુજબના ગુનામાં પ્રત્યેક આરોપીને આજીવન કેદની સજા અને રૂા.૫,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર પુરા)નો દંડ ભરવાનો હુકમ કરવામાં આવે છે અને જો આરોપીઓ દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ ૩(ત્રણ) માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવે છે.

એક આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂક્યો

આરોપી નં. ૬ આયર રાયમલભાઈ ભલાભાઇ વશરામભાઇને ક્રિ. પ્રો. કોડની કલમ – ૨૩૫(૧) અન્વયે ઇ. પી. કો. કલમ ३४, ૧૨૦ (બી), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૨૦૧, ૩૦૨, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૪૫૨ તથા જી.પી.એક્ટની કલમ-૧૩૫ મુજબના તહોમતમાંથી શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવે છે.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!