Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

રાધનપુરમાં ભર બજારે છેડતી કે મારામારી તપાસનો વિષય પણ છેડતીના ગંભીર આક્ષેપ

રાધનપુર માં ભરચક વિસ્તારમાં છેડતી કેવી રીતે થઈ?થઈ તો અચાનક યુવતીની માતા પહોચતા છેડતી કરનાર યુવકે માતાને કેમ મારી? સવાલો

રાધનપુર માં ક્રાઇમ વધતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.ક્યારેક યુવાનો નસાના રવાડે ચડતા જોવા મળે છે તો ક્યારેક બજારમાં બોલાચાલી ના બનાવો સામે આવતા નજરે પડે છે.ત્યારે ફરી રાધનપુરમાં ધોળા દિવસે છેડતીની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

       

રાધનપુર શેઠ કે.બી .હાઇસ્કુલ એટલે ભરચક વિસ્તાર છેડતી ની ઘટના થાય એ ચોકાવનારી બાબત છે.છેડતી છે કે અન્ય બોલાચાલી ને છેડતી નું સ્વરૂપ આપી મન ઘડત ફરિયાદ છે તે સવાલો છે કારણ કે બનાવ બીજો હોય ત્યારે છેડતીના  કેસો કરી દેવામાં આવતા હોય છે અને કોર્ટમાં છેડતી સાબિત કરી શકતા નથી.તેવામાં આ બનાવ પણ શંકાસ્પદ હોય તેવું જોવા મળી રહ્યુ છે.પરંતુ છેડતી છે કે અન્ય બનાવ તે તો તપાસનો વિષય છે.
શંકા એટલા માટે કહી શકાય કે આ ભરચક વિસ્તારમાં છેડતી થાય તેવું માની શકાય નહિ અને જ્યારે છેડતી થતી અટકાવવા યુવતીની માતા સ્થળ પર પહોંચી જાય છે.અને યુવતીને છોડાવતા તે મહિલા પર છેડતી કરનાર યુવાન તેની માતા ને માર મારે છે.યુવતી ની માતા ને કપાળના ભાગે ઈજાઓ થતા તે સારવાર હેઠળ છે.ત્યારે શંકા થાય છે કે આ યુવક યુવતીની છેડતી કરી રહ્યો હતો તે દરમિયાન તેની માતા વચ્ચે પડતા તેને કપાળે વાગે છે તે કેમ માની લેવાય,જો યુવક સાચેજ છેડતી કરી રહ્યો હોત તો યુવતી ની માતા આવતાની સાથે જ હુમલો કર્યો ના હોત અને ત્યાંથી બચવા માટે રફુચક્કર થઈ ગયો હોત, આમ ઘણી વખત બનાવ બોલાચાલી કે મારા મારીનો હોય તેમાં પણ છેડતી ની આક્ષેપો કરી ખોટી ફરિયાદો કરી દેવામાં આવતી હોય છે અને નિર્દોષ માણસો ને ફસાવી દેવામાં આવતા હોય છે. આ બનાવ પણ શંકાસ્પદ હોય તેવું જોવા મળી રહ્યુ છે. હાલતો આ પરિવાર નો યુવક પર આક્ષેપ કે ભર બજારે યુવતીની છેડતી કરવામાં આવી અને યુવતી ને બચાવવા જતાં યુવતીની માતા ને છેડતી કરનાર યુવકે માર માર્યો.

       

આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે પોલીસ પણ આ બાબતે તપાસ કરશે અને જો સાચો છેડતી નો બનાવ હશે તો યુવક વિરુદ્ધ ફરિયાદ પણ થશે.જે તપાસ નો વિષય છે પરંતુ હાલ તો ભરચક બજારે છેડતી થઈ હોવાના વિડિયો યુવતીની માતાનો વાયરલ થઈ રહ્યો છે.ત્યારે સત્ય તપાસ બાદ સામે આવશે.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!