Search
Close this search box.
Search
Close this search box.

નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું,કહ્યું આપણા બાપનું છે,મશીન હાથમાં લઈ કહ્યું- ‘BJP જ ચાલે’

શાંતિપૂર્વક મતદાન થયું હતું, પરંતુ શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. વિજય ભાભોર સંતરામપુરના ગોઠીબ તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ ભાભોરનો પુત્ર છે. પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

 

બૂથ કેપ્ચરિંગ અંગે કોંગ્રેસ પ્રવકતા ડૉ.મનીષ દોશીની પ્રતિક્રિયા

ચૂંટણીમાં બૂથ કેપ્ચરિંગ અંગે કોંગ્રેસ પ્રવકતા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, દાહોદમાં બૂથ કેપ્ચરિંગ વીડિયો વાઈરલ થયો હતો. ભાજપ નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યું હતું. અનેક જગ્યા પર મતદારોને અટકવામાં આવ્યા હતા. પોલીસ વિભાગની સામે ભાજપ દ્વારા મતદારોને અટકાવવામાં આવ્યા હતા. ભાજપ દેશની લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ ઇલેક્શન કમિશન ફરિયાદ કરી છે. ભાજપ નેતાના પુત્રએ મતદારોનોમત આપવાનો અધિકાર છીનવ્યો છે. ચૂંટણી માટે બેઠેલા અધિકારી પોતાનું કામ ભાજપ માટે કર્યું છે. ચૂંટણીની કામગીરી કરનાર લોકોએ ભાજપમાં જોડાઈ જવું જોઇએ. હવે માત્ર કમળના નીશાનવાળું ખેસ પહેરવાનું જ બાકી છે. જિલ્લા પંચાયતની અનેક જગ્યા આ પ્રકારની ફરિયાદ સામે આવી છે.

ચૂંટણીપંચે રિપોર્ટ મંગાવ્યો

દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદ મામલે ચૂંટણીપંચે રિપોર્ટ મંગાવ્યો છે. ચૂંટણીપંચે જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો. રિપોર્ટના આધારે ચૂંટણીપંચ હવે નિર્ણય લેશે.

આ અંગે મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ અંગે FIRની કાર્યવાહી ચાલુ છે. પોલીસે વિજય ભાભોર અને મનોજ નામના ઇસમની અટકાયત કરી છે. આ બનાવ સંતરામપુર તાલુકાના પરથમપુર ગામનો છે. પોલીસ વધુ તાપસ હાથ ધરી છે.

ઈસ્ટાગ્રામ પર આખી ઘટના લાઇવ કરી દાહોદ લોકસભા બેઠકમાં બિહારવાળી થઈ હોવાની ઘટના સામે આવી છે. મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં મતદાન વખતે બૂથ કેપ્ચરિંગ થયું હતું. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

વીડિયો વાઈરલ થતાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો

કાયદા કે ચૂંટણીપંચનો જાણે કોઈ ખોફ જ નહિ

 હોય તેમ ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. તેને EVM પોતાના સાથે લઇ જવાની વાત પણ કરી હતી. વીડિયો વાઈરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો છે. દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડૉ.પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને ફરિયાદ કરી હતી. જેને લઈ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે.

 

પોલીસે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી

આ બાબતે મહીસાગર જિલ્લા કલેક્ટરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વીડિયોમાં બોગસ વોટિંગ થયું હોવાનું ધ્યાનમાં આવી રહ્યું છે. વીડિયોમાં જે બે લોકો દેખાઈ રહ્યા છે તેમને પોલીસે પકડી લીધા છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

EVM તો આપણા બાપનું છે’

દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. એટલું જ નહીં, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં ‘EVM તો આપણા બાપનું છે’ તેવું બોલતો હોય તેવું સંભાળાઈ રહ્યું છે.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!