આજના આધુનિક યુગમાં મહિલાઓ પુરુષ સમોડી બની છે તમે કોઈપણ ક્ષેત્ર લઈ લો આરોગ્ય વિભાગ હોય એરફોર્સ હોય રમતગમત હોય શિક્ષણ પોલીસ હોય કે પછી રેવન્યુ વિભાગ હોય આ તમામ વિભાગોમાં મહિલાઓ પુરુષ સમાન જોવા મળી રહી છે ત્યારે રાધનપુરના કોલાપુર ગામે પણ આવો જ એક દાખલો જોવા મળ્યો છે
પાટણ જિલ્લાના રાધનપુર અને સાતલપુર તાલુકો માનવામાં આવે છે અહીંયા મહિલાઓનું શિક્ષણ ખૂબ જ ઓછું છે જેના કારણે મહિલાઓ ઓછા પ્રમાણમાં નોકરી કરતી હોય તેવું જોવા મળે છે ત્યારે કેટલાક સમયથી અહીંની મહિલાઓ યુવતીઓ પણ અભ્યાસમાં પાછળ નથી તેવું જોવા મળી રહ્યું છે. રાધનપુર સાતલપુર વિસ્તારમાં ભાગ્યે જ કોઈક જગ્યાએ યુવતીઓ મહિલાઓ સરકારી નોકરી કરતી નજરે પડે છે તે શિક્ષણ ઓછું હોવાના કારણે જોવા મળી રહી છે પરંતુ હવે નવી પેઢી શિક્ષણ તરફ જઈ રહી છે ત્યારે યુવતીઓ પણ અન્ય અલગ અલગ ક્ષેત્રમાં નોકરીઓ મેળવી રહી છે .
તેવામાં રાધનપુર તાલુકાના કોલાપુર ગામની રબારી મમતાબેન પ્રભાતભાઈ જે બોર્ડર સુરક્ષા ફોર્સમાં દેશભક્તિ કાજે પોતે બીએસએફમાં ભરતી થયા હતા અને ભરતી થયા બાદ નવ માસની કઠિન્ય ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતને ભર્યા હતા. વતન એ ફરતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આમ રાધનપુર વિસ્તારમાં કોલ્હાપુર ગામે આ દીકરી બીએસએફની ટ્રેનીંગ પૂરી કરી ઘરે પરત ફરતા ગૌરવ જોવા મળ્યું હતું.