Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

રાજકોટ: પ્રેમી યુગલે પોલીસ સ્ટેશનમાં ભર્યું છેલ્લું પગલું

રાજકોટ: રાજકોટમાં આપઘાતના પ્રયાસની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં આપઘાતનો પ્રયાસ કરનારા યુવકને બચાવી લેવાયો હતો, ત્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી યુગલના આપઘાતના પ્રયાસથી ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ બનાવની વિસ્તારમાં વાત કરીએ તો, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી યુગલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગળાના ભાગે ધારદાર હથિયાર મારતા યુવતીનું મોત થયું છે. જ્યારે યુવકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનો એક નહીં થવા દે તેવા ડરથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં બન્નેના પરિવારજનો રાજકોટ આવવા રવાના થયા છે.

રાજકોટ પોલીસે બન્નેને ટ્રેસ કરી પોલીસ સ્ટેશનમાં બેસાડ્યા હતા, ત્યારે પોલીસ સ્ટેશનના નાગરિક સુવિધા કેન્દ્રમાં બેઠેલા યુગલે આ પગલું ભર્યું હતું. પોલીસ સ્ટેશનમાં દરવાજો લોક કરીને ગળાના ભાગે ધારદાર હથિયાર ઝીંક્યું હતું. આ સમગ્ર ઘટનામાં યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.

આ પણ વાંચો: 
ઘોર કળિયુગ ! પુત્રની હત્યા કર્યા બાદ પિતા અને ભાઈએ જ ભેગા મળી કરી નાખ્યા અંતિમસંસ્કાર, જાણો સમગ્ર બનાવ

એવી જ એક બીજી ઘટના પણ સામે આવી હતી. ચોરીનો આરોપ પોતાના માથે આવશે તેવા ડરે યુવક રાજકોટની સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને રાત્રે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. યુવક જે સિવિલના ચોથા માળે રૂમ બંધ કરીને બારીમાંથી કૂદવા જતો હતો તેને બચાવી લેવામાં આવ્યો છે. જે યુવકને બચાવી લેવામાં આવ્યો છે તેણે પોતાના પર ચોરીનો આરોપ આવશે તેવા ડરે મરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આખરે વાતોમાં વ્યસ્ત રાખીને બચાવી લેવામાં આવ્યો છે.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!