રાજકોટ: તાલુકામાં એક એવું ગામ આવેલું છે. જ્યાં માત્ર એક જ પરીવારના લોકો રહે છે. આ ગામનું નામ હિરાસર ગામ છે. હિરાસર ગામ એક એવું ગામ છે કે, જ્યાં માત્ર સોલંકી પરિવારના જ લોકો રહે છે. અહિંયા બીજી જ્ઞાતિ, ધર્મ કે અન્ય અટક ધરાવતા લોકો અહિંયા રહેતા નથી. જેથી આ ગામ પહેલા પ્રખ્યાત નહોતું. પરંતું, જ્યારથી અહીં ઈન્ટરનેશનલ એરપોર્ટ આવ્યું છે. ત્યારથી આ ગામ દુનિયાના નકશામાં પ્રખ્યાત થઈ ગયું છે.
રાજકોટ તાલુકાનું છેલ્લું ગામ એટલે હિરાસર ગામ. આ ગામના વતની ભુપતભાઈ સોલંકી જણાવે છે કે, આ ગામ અમારા બાપદાદાએ વસાવેલું છે. આ ગામમાં સોલંકી પરિવારના જ લોકો રહે છે. સોલંકી પરિવાર કે, જે તળપદા કોળી છે. તેઓ 200 વર્ષ પહેલા આ ગામમાં આવ્યાં હતા અને ગામને વસાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યારે આ ગામ વસ્યું ત્યારે દાદાના 5 દિકરા હતા. આ 5 દિકરાનો જ વંશ આ ગામમાં આજે રહે છે. અહિંયા કોઈ બીજી જ્ઞાતિ કે અટકવાળા રહેતા નથી. આ ગામમાં માત્રને માત્ર સોલંકી અટકવાળા જ પરિવારના સભ્યો રહે છે. આ ગામમાં એક જ પરીવારના લગભગ 1100થી 1500 લોકો રહે છે.
વચ્છરાજ દાદાની કૃપાથી અહિંયા માત્ર સોલંકી પરિવારના જ લોકો રહી શકે છે. આ સાથે જ આ ગામ પર મા કાળીમાતાની કૃપા છે. કારણ કે, અહિંયા જે પણ વ્યક્તિ કામધંધો કરે છે તેને ક્યારેય નુકસાની આવતી નથી.તેનું જીવન આરામથી પસાર થાય છે.
મહત્વનું છે કે, હિરાસર ગામ પહેલા આટલું પ્રખ્યાત ન હતું. જો કે, જ્યારથી અહિંયા હિરાસર એરપોર્ટ બન્યું છે. ત્યારથી આ ગામ ખુબ જ પ્રખ્યાત થઈ ગયું છે. ભુપતભાઈનું કહેવુ છે કે, આ ગામનો જોઈએ એટલો હજી વિકાસ થયો નથી. પરંતુ, એરપોર્ટ આવવાના કારણે હવે વિકાસ થાય તો સારૂં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર