રાજકોટ: માર્કેટ યાર્ડમાં અત્યારે કપાસ, મગફળી, ઘઉં, બટાકા ,ટામેટા સહિતના પાકની મબલક આવક થઈ રહી છે. ખેડૂતોને રાજકોટ માર્કેટ યાર્ડમાં માંગ્યા મોંઢે ભાવ મળતો હોવાથી ખેડૂતો દૂર દૂરથી પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટ યાર્ડમાં પોતાનો પાક વેચવા માટે આવે છે. બીજી બાજૂ 7 મે મંગળવારે લોકસભાની સામાન્ય ચૂંટણી હોવાથી યાર્ડનું કામકાજ બંધ રહેશે. યાર્ડ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્ય માર્કેટ યાર્ડ અને સબ માર્કેટ યાર્ડ લોકસભાની સામાન્ય ચૂંટણી નિમિત્તે બંધ રહશે. ત્યારે આવો જાણીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં ક્યાં પાકની કેટલી આવક થઈ છે અને શું ભાવ ખેડૂતોને મળ્યા હતા.
ઘઉંની મબલક આવક
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 2700 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 650 ક્વિન્ટ લોકવન ઘઉંની આવક થઈ હતી.ટુકડા ઘઉંનો ભાવ 480થી 703 અને લોકવન ઘઉંના ભાવ 470 થી 550 રૂપિયા એક મણના મળ્યા હતા.
પીળા ચણાની કેટલી આવક થઈ?
યાર્ડમાં ઘઉં બાદ પીળા ચણાની મબલક આવક થઈ હતી. યાર્ડમાં પીળા ચણાની આવક 1500 ક્વિન્ટલ થઈ હતી.પીળા ચણાનો ભાવ ખેડૂતોને 1080થી 1210 રૂપિયા ભાવ મળ્યો હતો.
જાણો કપાસના શું ભાવ મળ્યા?
યાર્ડમાં આજે કપાસની 1050 ક્વિન્ટલ થઈ હતી.જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1320થી 1565 રૂપિયા મળ્યા હતા.
મગફળીની આવક જાણો કેટલી થઈ
રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 1500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1000 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1140થી 1330 રૂપિયા મળ્યો હતો. જ્યારે ઝીણી મગફળીની 800 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો મગફળીના 1130થી 1575 રૂપિયા મળ્યો હતો.
લાલ સૂકા મરચાની આવક
માર્કેટ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક થઈ હતી. યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની 300 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 800થી 3000 રૂપિયા ભાવ મળ્યો હતો.
રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની આવક
રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની 209 ક્વિન્ટલ આવક થઈ હતી. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 300થી 600 રૂપિયા ભાવ મળ્યાં હતાં.
બટાકા-લીંબુની આવક
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 3120 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 300થી 600 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2100થી 2800 રૂપિયા મળ્યાં હતાં. યાર્ડમાં આજે લીંબુની આવક 296 ક્વિન્ટલ થઈ હતી.
જાણો ટામેટા-મરચાની કેટલી આવક થઈ?
રાજકોટ માર્કેટ યાર્ડમાં ટામેટાની આવક 375 ક્વિન્ટલ આવક થઈ હતી. ટમેટાના ભાવ 200થી 300 રૂપિયા એક મણનો બોલાયો હતો. ટમેટાની સાથે સાથે મરચાની 270 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 260થી 600 રૂપિયા ભાવ મળ્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
