રાજકોટ: અત્યારે શાળાઓમાં ઉનાળાનું વૅકેશન ચાલી રહ્યું છે. એવામાં બાળકો અત્યારે પોતાનો મોટાભાગનો સમય રમવામાં પસાર કરે છે. પણ આ બાળકો વેકેશનમાં એકને એક રમકડાથી રમીને કંટાળી જતા હોય છે. બીજી તરફ રમકડાં પણ એટલા મોંઘા હોય કે માતા-પિતા બાળકોની જીદ પણ પુરી કરી શકે નહીં. એવામાં રાજકોટમાં એક નહીં પણ ચાર ચાર રમકડાની લાઈબ્રેરી કાર્યરત છે. આ લાઈબ્રેરી રાજકોટના સાધુવાસવાણી રોડ, કેનાલ રોડ અને શ્રોફ રોડ પર આવેલી છે. જ્યાં બાળકોને મનગમતા રમકડાં તમને ભાડા પર મળી જશે.
આ લાઈબ્રેરીની ખાસ વાત એ છે કે અહિંસા તમને અનેક પ્રકારના રમકડાં મળી જશે.તમારા બાળકને ગમતા રમકડા અહીં મળે છે. આ લાઈબ્રેરીની એક મહિનાની મેમ્બરશીપ માત્ર 20 રૂપિયામાં મળી જાય છે. ઉલ્લેખનીય છે કે, આ લાઈબ્રેરીમાંથી લઈ ગયેલી કોઈ પણ વસ્તુને જો નુકસાન તમારાથી થયું હશે તો તેના પૂરા પૈસા ભરવા પડશે.
રાજકોટ ટોયઝ લાઈબ્રેરીના ડેપ્યુટી ચીફ સુનિલભાઈ દેત્રોજાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં મનપા સંચાલિત રમકડાની 4 લાઈબ્રેરી કાર્યરત છે. રાજકોટમાં સૌથી પહેલી રમકડાની લાઈબ્રેરી 1988માં શરૂ કરવામાં આવી હતી.આજે રાજકોટમાં રમકડાની 4 લાઈબ્રેરી કાર્યરત છે.
ટોયઝ લાઈબ્રેરી માટે 2થી 13 વર્ષના બાળકો માટે મેમ્બરશીપ આપવામાં આવે છે. જેમાં દર મહિને 20 રૂપિયાનું લવાજમ ભરવાનું હોય છે. જ્યારે તમે પહેલી વખત મેમ્બરશીપ લો છો. ત્યારે તમારે 280 રૂપિયા ચૂકવવા પડે છે.
જેમાં 60 રૂપિયા લવાજમના, 15 રૂપિયા દાખલ ફી, 5 રૂપિયા ફોર્મ ફી અને 200 રૂપિયા ડિપોઝિટના છે. લાઈબ્રેરીમાં રમકડાની સાથે સાથે વિવિધ પુસ્તકો, જેમકે, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષામાં ઉપલબ્ધ છે. જેથી બાળકો રમવાની સાથે થોડો સામાન્ય નોલેજ અને અભ્યાસ પર પણ ધ્યાન આપી શકે.
રાજકોટમાં આવેલી ચાર લાઈબ્રેરીમાં કુલ 9 થી 10 હજાર જેટલા રમકડા છે. મેમ્બરશીપ લીધી હોય તેમાંથી 1200થી 1300 મેમ્બર રેગ્યુલ છે.આ રમકડાનો લાભ દરરોજ 40થી 50 લોકો લે છે.એમાં પણ વૅકેશન શરૂ થાય એટલે આ સંખ્યા વધી જાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર