રાજકોટ: વર્ષ 2024 ભારતીય લોકશાહીનું મહત્ત્વનું પર્વ છે. આવતીકાલે લોકસભાની ચૂંટણીને લઈને ત્રીજા તબક્કાનું મતદાન થશે. ત્રીજા તબક્કાના આ મતદાનમાં ગુજરાતના નાગરિકો મતદાન કરશે. લોકશાહીના આ પર્વને લઈને અબાલવૃદ્ધ દરેક જણમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મૂળ રાજકોટનો અને અમેરિકામાં રહીને અભ્યાસ કરતો યુવાન અઝીઝ માંકડ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અમેરિકાથી રાજકોટ આવી પહોંચ્યો છે.
મતદાન નૈતિક ફરજ છે, દરેકે મતદાન કરવું જોઈએ
22 વર્ષીય અઝીઝ અમેરિકામાં છેલ્લા 4 વર્ષથી કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરી રહ્યો છે. પરંતુ 2024માં જ્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ સર્જાયો છે. જેને લઈને અઝીઝ અમેરિકાથી પોતાના મતિધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યો છે. અઝીઝે માંકડે લોકલ 18 સાથે વાત કરતા જણાવ્યું કે, અમેરિકાથી ઈન્ડિયા આવવા માટેની ટિકિટનો 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. મે મારા મતાધિકારનો ઉપયોગ કરવા માટે આ એક લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. તેથી દરેક નાગરીકે મતદાન કરવું જોઈએ.
છેલ્લા 4 વર્ષમાં ભારતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બદલાયું
અઝીઝે વધુમાં જણાવ્યું કે, જ્યારે હું 4 વર્ષ પહેલા અમેરિકા ગયો ત્યારે આપણું ભારત અંડર ડેવલપમેન્ટ હતું. પરંતુ હવે ભારત ઘણું ડેવલોપ થઈ ગયું છે. આજે ઘણા ઓવરબ્રીજ બની ગયા છે. આ સિવાય ઘણું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બદલાઈ ગયું છે. ખાસ કરીને રાજકોટ ઘણું ડેવલપ થયું છે. તાજેતરમાં જાહેર જનતા માટે ખુલ્લુ મૂકાયેલું અટલ સરોવર તેનું ઉદાહરણ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર