Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા ઘઉં અને બટાકાની સારી આવક, પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતો થયા ખુશ

રાજકોટ: માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધુ બટાકા અને ઘઉંની આવક થઈ હતી. બટાકા અને ઘઉંની સાથે સાથે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, મગફળી, ટામેટા, સુકા મરચા સહિતના પાકની આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 2,950 ક્વિન્ટલ ટુકડા અને 750 ક્વિન્ટ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંના ભાવ 480થી 651 અને લોકવન ઘઉંના ભાવ 475થી 555 રૂપિયા પ્રતિ મણના મળ્યા હતા.

બટાકા-લીંબુની આવક

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 3,840 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 300થી 600 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે, ખેડૂતોને એક મણ લીંબુના 1,800થી 2,400 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 298 ક્વિન્ટલ થઈ હતી.

News18

પીળા ચણાની આવક 

યાર્ડમાં ઘઉં બાદ પીળા ચણાની મબલક આવક થઈ હતી. યાર્ડમાં પીળા ચણાની આવક 2,250 ક્વિન્ટલ થઈ હતી. પીળા ચણાનો ભાવ ખેડૂતોને 1,060થી 1,225 રૂપિયા ભાવ મળ્યો હતો. યાર્ડમાં આજે કપાસની આવક 1,500 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1,300થી 1,561 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા.

News18

મગફળીની આવક 

રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 2,000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1,050 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,125 થી 1,329 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીની 10,500 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના પ્રતિ મણના 1,125થી 1,285 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા.

News18

યાર્ડમાં લાલ સુકા મરચાની આવક થઈ હતી. યાર્ડમાં આજે લાલ સુકા મરચાની આવક 450 ક્વિન્ટલ થઈ હતી. મરચાનો ભાવ ખેડૂતોને 1,100થી 2,500 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. જોકે લાલ મરચાના ભાવ ખેડૂતોને સામાન્ય એવા મળી રહ્યાં છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની 213 ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 350થી 700 રૂપિયા ભાવ મળ્યા હતા.

જાણો ટામેટા-મરચાની કેટલી આવક થઈ

રાજકોટ માર્કેટ યાર્ડમાં ટામેટાની આવક 360 ક્વિન્ટલ આવક થઈ હતી. ટમેટાના ભાવ 200થી 400 રૂપિયા પ્રતિ મણના બોલાયા હતા. ટામેટાની સાથે સાથે મરચાની પણ 264 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 300થી 550 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 140થી 360 રૂપિયા મળ્યા હતા, જયારે આજે સૂકી ડુંગળીની 2,700 ક્વિન્ટલ આવક નોંધાઈ થઈ હતી.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!