રાજકોટ: ગુજરાતમાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. અત્યાર સુધી લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉદેશ્યથી સરકાર દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. અનેક રીતે લોકોને મતદાન કરવા માટે અપિલ કરવામાં આવી છે. ત્યારે મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે ઉદેશ્યથી રાજકોટના ફેમસ રંગોળી આર્ટીસ્ટ પ્રદિપ દવેએ પાણીમાં તરતી રંગોળી બનાવી બનાવી છે.
રંગોળીના માધ્યમથી કરાઈ મતદાન માટે અપીલ
રાજકોટના રહેવાસી પ્રદીપ દવે છેલ્લા 45 વર્ષથી રંગોળી બનાવે છે. પાણીની ઉપર, પાણીની વચ્ચે, પાણીની નીચે, હવામાં તરતી અને મેજીક રંગોળી સહિત અલગ અલગ પ્રકારની રંગોળી બનાવે છે. 2024માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે તેમણે લોકોને પોતાની રંગોળીના માધ્યમથી મતદાન કરવા માટે અપીલ કરી છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે તેમની આ રંગોળી જોવા સમગ્ર શહેરના લોકો આવી રહ્યા છે.
કલેક્ટર કચેરીમાં દોરાઈ છે કેવી રંગોળી
પ્રદીપ દવે એ તૈયાર કરેવી રંગોળીમાં અંગ્રેજી અને ગુજરાતીમાં અવસર લખેલું નજરે ચડે છે. જ્યાં મત આપીને આવેલ હાથ પણ ચીતરવામાં આવ્યો છે. સાથોસાથ તેમાં ત્રણ રંગથી મિશ્રિત ભારતનો નકશો પણ દોરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં ‘મતદાન કરો અને કરાવો’ એવું વાક્ય પણ લખવામાં આવ્યું છે.
રંગોળી તૈયાર કરવામાં લાગ્યો 20 કલાકનો સમય
મતદાનના મહત્વને ઉજાગર કરવા કલેક્ટર કચેરી ખાતે આ રંગોળી બનાવામાં આવી છે.પ્રદીપ દવેને પાણીમાં રંગોળી બનાવામાં 20 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ રંગોળીને મેજીક રંગોળી પણ કહેવામાં આવે છે. પ્રદીપભાઈ પાણીની ઉપર, પાણીની વચ્ચે, પાણીની નીચે, હવામાં તરતી અને મેજીક રંગોળી સહિત અલગ અલગ પ્રકારની રંગોળી બનાવે છે. શરૂઆતના દિવસોમાં શેરીઓમાં દિવાળી સમયે લોકોને રંગોળી બનાવતા જોઇને તેમાંથી પ્રેરણા લઈને રંગોળી બનાવવાની શરૂઆત કરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
