IAS Coaching

પાટણ જિલ્લામાં સિગ્રિગેશન સેડ નિર્માણમાં ભ્રષ્ટાચારની શંકા, તપાસની માંગ

📍પાટણ, : સ્વચ્છ ભારત મિશન (SBM) ગ્રામીણ યોજના હેઠળ રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના ગામોમાં સિગ્રિગેશન સેડ બનાવવામાં આવી રહ્યા છે, જેનો હેતુ કચરાનું યોગ્ય છટણી અને પ્રબંધન કરવો છે. ગ્રામ પંચાયત અને સરકારી તંત્ર દ્વારા દોઢથી અઢી લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે, અને તેમાં વીજળી, પાણી, છટણી પ્લેટફોર્મ, કોમ્પોસ્ટ પિટ સહિતની સુવિધાઓ હોવી જરૂરી છે.

📌 ગેરરીતિઓની ચર્ચા: કેટલાક તલાટીઓ અને સરપંચો દ્વારા સિગ્રિગેશન સેડ સરકારી જમીનને બદલે પ્રાઇવેટ જગ્યા, મંદિરની જમીન અથવા સ્મશાનમાં બનાવવામાં આવી રહ્યા છે. સાથે જ ₹1 લાખના ખર્ચના સેડ માટે વધુ નાણાં મંજૂર કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે, જે ભ્રષ્ટાચારની શંકા ઉઠાવે છે. લોકોનો આરોપ છે કે કેટલાક અધિકારીઓ અને સરપંચોની મિલીભગતથી ગેરરીતિઓ થઈ રહી છે.

📌 તપાસ અને કાર્યવાહી માટે માંગ: સ્થાનિકોએ સરકાર પાસે સ્થળ પર તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગ કરી છે. ACB અથવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચકાસણી થાય અને ભ્રષ્ટાચાર સાબિત થાય તો, દોષિતો સામે કડક કાર્યવાહી થાય એવી લોકમાગ ઉઠી છે.

અમારી પાસે વધુ પૂરવા મળશે ત્યારે પુરાવા સાથે રિપોર્ટ રજૂ કરીશું.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!