IAS Coaching

સાંતલપુર નજીકના કચ્છના નાના રણમાં અતિક્રમણ અને પર્યાવરણના ચિંતાજનક પ્રશ્નો

સાંતલપુર નજીકના કચ્છના નાના રણમાં એક તરફ ઘુડખર રક્ષિત અભ્યારણ્ય છે, તો બીજી તરફ મીઠાંની ખેતી અને ઉદ્યોગ ધમધમી રહ્યા છે. તાજેતરમાં શંકાસ્પદ રીતે ઉદ્યોગો અને ફેક્ટરીઓના પ્રવેશને લઈ ચર્ચાઓ ઉઠી છે, જેના કારણે અભ્યારણ્યમાં વસવાટ કરતા ઘુડખર અને અન્ય વન્યપ્રાણીઓ માટે ખતરાની સ્થિતિ ઊભી થઈ છે. આડેસર રેન્જ હેઠળ આવેલા આ વિસ્તારમાં અતિક્રમણ વધતું જાય છે, જેને લઈને સ્થાનિકો ચિંતિત છે અને તાત્કાલિક તપાસની માંગ કરી રહ્યા છે.

જવાબદાર તંત્ર અને કાર્યવાહી પર સવાલ આડેસર રેન્જના ફોરેસ્ટ અધિકારીઓ જણાવે છે કે તેઓ નિયમિત તપાસ કરે છે. તેમ છતાં, અગરીયાઓ સિવાય અન્ય વ્યક્તિઓની પ્રવેશ પર કેમ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, તે સૌથી મોટો સવાલ છે. આ વિસ્તાર રક્ષિત હોવાથી અહીં અનધિકૃત પ્રવૃત્તિઓને રોકવાની જોગવાઈ છે, તેમ છતાં શંકાસ્પદ એજન્ટો અને દલાલો અહીં પ્રવેશ મેળવી રહ્યા છે. આ દલાલો કોના સંપર્કમાં છે? કોના આદેશથી અને કઈ રીતે અનધિકૃત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે? તે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

સંતુલન માટે તંત્રની સમજૂતી અને જરૂરી તપાસ

પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોના મતે, જો આડેસર ફોરેસ્ટ રેન્જ, ડીઆઇએલઆર, મામલતદાર કચેરી, શ્રમ કચેરી અને અન્ય સંબંધિત તંત્ર સંયુક્ત તપાસ કરશે, તો એજન્ટો અને અતિક્રમણકારીઓ સામેના વાસ્તવિક તથ્યો બહાર આવી શકે. સરકાર દર વર્ષે ઘુડખર અને અન્ય પ્રાણીઓ માટે ગ્રાન્ટ ફાળવે છે, અને વન વિભાગ પર્યાવરણ જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે. છતાં, વાસ્તવમાં આ અભ્યારણ્યમાં થતી પ્રવૃત્તિઓ શંકાસ્પદ બની રહી છે.

અગત્યના પ્રશ્નો અને પડકારો:

ચાલુ વર્ષે કેટલા અગરીયાઓ દ્વારા રણમાં મીઠાંની ખેતી ચાલી રહી છે?

સર્વે અને સેટલમેન્ટ રિપોર્ટ મુજબ કેટલા એકર જમીન મીઠાંની ખેતી માટે ફાળવવામાં આવી છે?

સાંતલપુર રણ વિસ્તારની જમીન પર કેટલાં અનધિકૃત દખલકારો પ્રવૃત્તિ કરી રહ્યા છે?

અહીં પ્રવૃત્ત કેમીકલ ફેક્ટરીઓ રણમાંથી કઈ રીતે રો મટિરિયલ્સ લાવે છે, અને તેની પરમિશન કઈ રીતે મળી?

આ વિસ્તારમાં ચાલતી કેમીકલ ફેક્ટરીઓ તેમના પ્રદૂષિત વેસ્ટેજ પાણી ક્યાં છોડે છે?

ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ મુજબ બનાસ નદીના પ્રવાહમાં થતા અવરોધો દૂર કરવામાં આવ્યા છે?

ઉનાળામાં વન્યપ્રાણીઓ માટે પાણીના પોઈન્ટ ભરવાની અને જળવાઈ રાખવાની વ્યવસ્થા કેમ કરવામાં આવી રહી છે?

રાજ્ય રીઝર્વ પોલીસની મદદથી કેટલા એકર જમીનમાંથી દબાણ દૂર કરાયું?

આ તમામ પ્રશ્નો તાકીદે ઉકેલવા જરૂરી છે, જેથી રણના પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે અને ઘુડખર અભ્યારણ્યની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

 

 

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!