આમતો ઘણા સમય બાદ નાના રણ વિસ્તારમાં દબાણો દૂર કરવા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી પિટિશન બાદ ઘુડખર વિભાગે ખોટા અગરિયાઓ કે જેઓ ઘુડખર ની જમીનમાં દબાણ કરી બેઠા હતા તેવા ભૂ માફીયાઓ ની હાકલ પટ્ટી કરી હતી.જે સમયે ડી .એફ.ઓ .ગઢવી સ્વરછ છબી ધરાવનાર અધિકારી હોવાથી આખા રણનું દબાણ દૂર કર્યું હતું.પરંતુ ડી. એફ. ઓ બદલાતા જ દબાણો રણ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.
આમતો ભૂ – માફીયાઓ દ્વારા રણની જમીન માટે અનેક વખત રણ લોહિયાળ બન્યું છે અનેક બંદૂકો ના રણમાં દબાણ માટે ભડાકા થયા છે.પરંતુ જ્યારે જ્યારે કોઈ ઘટના ઘટે છે ત્યારે ત્યારે ફોરેસ્ટ વિભાગના કર્મચારી ઓ જાગતા હોય છે.થોડા સમય અગાઉ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દબાણ હોવા બાબતે પિટિશન થઈ હતી પિટિશન ના આધારે ઘુડખર વન વિભાગ જાગ્યું હતું અને તમામ દબાણદારો ને રણ વિસ્તાર માંથી હાકલ પટ્ટી કરી હતી ત્યારબાદ જે સાચા અગરિયાઓ છે તેમના ડોક્યુમેન્ટ ચેક કરી તેમને સરકારી શ્રી દ્વારા સ્ટેલમેન્ટ માં માપણી બાદ જમીન નિયમો મુજબ સોંપવામાં આવી હતી ત્યારબાદ આગરિયા ઓ ને રણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
સરકાર શ્રીના નિયમ મુજબ સાચા અગરિયાઓના હુકમ બાદ આ વર્ષે રણમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો છે.પરંતુ ફરી દબાણ જોવા મળી રહ્યું છે આ નાના રણમાં કેટલું દબાણ છે કેટલા સાચા અગરિયાઓ છે તે બધું આડેસર ઘુડખર રેન્જના અધિકારીઓ જાણે છે છતાં પણ ચૂપ છે.ચૂપ હોવાનું કારણ તમે સમજી ગયા જ હશો.રણ માં જે અગરિયાઓને મંજૂરી આપવામાં આવી છે તેવા અગરિયાઓ આપેલ જમીન થી વધુ પ્રમાણમાં જમીન બથાવી મીઠું પકવતા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે અને આવા અગરિયાઓ પોતાના સંબધી કે અન્ય લોકોને તેમને મંજૂરી આપેલ કાર્ડ પર કોઈ ઉચ્ચ કર્મચારી આવે ત્યારે બતાવી છટકી જાય છે તેવી ચાલાકી કરી રહ્યા છે ત્યારે રણમાં આવા ભૂ માફીયાઓને રણમાંથી હાકલ પટ્ટી કરી રણ બહાર કાઢવામાં નહિ આવે તો ફરી ક્યારેક રણ લોહિયાળ બનશે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે.
આ બાબતે ઘુડખર વિભાગ આડેસર પ્રજાપતિ ને પૂછતા તેમને કાય જ ખબર નથી તેવું તેમનું રટણ જોવા મળ્યું હતું.તેમનું કહેવું છે કે દબાણની કોઈ બાબત ધ્યાને આવેલ નથી છતાં હું જોવડાવી લઈશ.ત્યારે સવાલો અનેક પેદા થાય છે કારણ કે જો ફોરેસ્ટ વિભાગની મિલીભગત હોય તો જ રણમાં આ બાબત ધ્યાને આવતી ન હોય,પરંતુ દબાણો વચ્ચે જવાબદાર અધિકારી કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે આવનાર સમય બતાવશે હાલતો મોટી સંખ્યામાં ગેર કાયદેસર પ્રવેશ મેળવી કેટલાક અગરિયાઓ મીઠું પકવતા જોવા મળી રહ્યા છે.
