રાધનપુર વિસ્તારમાં તાજેતરમાં શબ્દલપુરા નજીક હત્યાની ઘટના સામે આવી છે.જેમાં રાધનપુરના આધેડ ની રાત્રી દરમિયાન હત્યા કરી કેટલાક હત્યારાઓ ફરાર થતાં પોલીસે હત્યારાઓને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.
રાધનપુરના શબ્દલપુરા ગામ નજીક રાધનપુરના સલીમભાઈ ઇબ્રાહીમભાઇ ઘાંચી કે જેઓ રાધનપુરમાં પાન નો ગલ્લો ધરાવે છે. શબ્દલપુરા ગામ નજીક રોડ પરથી આધેડની લાશ મળતાં ગામલોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો લાશની ઓળખ કરી પરિવારને બોલાવ્યો હતો.બાદમાં લાશને પીએમ માટે રેફરલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
લાશ જોતા માથાના ભાગે તીક્ષણ હથિયારના ઘા જોવા મળ્યા હતા.પ્રથમ દ્રષ્ટિએ આધેડની હત્યા થઈ હોવાનું જોવા મળ્યું હતું.પોલીસે આ બાબતે હત્યારાઓ કોણ છે? રાત્રિ દરમિયાન આધેડ સાથે કોણ હત્યારાઓ સાથે હતા.તે તમામ બાબતની તપાસ કરવામાં આવી રહી છે પોલીસે આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ત્યારે હત્યામાં કોણ સામેલ છે જે તપાસ દરમિયાન ખબર પડશે.હાલતો હત્યા માં શંકાસ્પદ ઇસમોની પૂછપરછ થઈ રહી છે ત્યારે કોણ હશે હત્યારા તે તપાસમાં સામે આવશે.હત્યા થતા અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે.
