IAS Coaching

રાધનપુર : અંધેરી નગરીને ગંડુ રજા,હેડ કોન્સ્ટેબલે કહ્યું કુટણખાનું બંધ કરવું હોય તો મારા સાહેબને પૂછવું પડશે

લકી પેલેસમાં કુટણખાનું ક્યારે બંધ થશે? પોલીસ તપાસ કરે ત્યારે કાય ન મળતા પોલીસ સામે સવાલો

રાધનપુર ભાભર રોડ પર આવેલ પેલેસ હોટલમાં કુટણખાનું ચાલી રહ્યું છે.મહેશ ચૌધરી નામનો ઇસમ ઘણા સમય થી આ કૂટણખાનું ચલાવી રહ્યો હોવાના પુરાવા મીડિયાને હાથ લાગ્યા છે.પરંતુ પોલીસ જ્યારે જ્યારે તપાસ કરવા જાય છે ત્યારે કોઈ હાથ આવ્યું નથી.
થોડા સમય અગાઉ જ કેટલાક મીડિયાના માધ્યમો દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ સમાચારો માં સ્પષ્ટ કુટણખાનું ચલાવનાર ઇસમ કહી રહ્યો છે કે છેલ્લા બે ત્રણ વર્ષથી અહીંયા આવો જ ગોરખધંધો ચાલી રહ્યો છે મારા સેઠનું સેટિંગ છે એટલે જ ચાલે એટલુજ નહિ મારા સેઠ પોલીસને પૈસા આપતા હોય તો જ આવા ધંધા ચલાવતા હોવાનું રટણ કરતો એક વિડિયો ખૂબ વાયરલ થયો હતો તે આધારે પોલીસે કોઈ નક્કર કાર્યવાહી ના કરતા પોલીસ સામે કીચડ ઉડી રહ્યા છે તો પ્રથમ આ વિડિયો જોવો.

 

તમે વિડિયો જોયા બાદ થયું હશેકે અંધેરી નગરી ને ગંડું રાજા જેવું રાધનપુર પોલીસનું કામ જોવા મળી રહ્યું છે.આવી હરકતો હોટલમાં ચાલતી હોવા છતાં પોલીસ આંખ આડાકાન કરતી જોવા મળે છે ત્યારે ગત વર્ષે પણ જે આ હોટલ ચલાવતો હતો તે સમયે પણ તેણે તેના માલિકના નામ સાથે ખુલાસો કર્યો હતો તો એક નજર જૂના વિડિયો પર કરીએ.

 

આ બન્ને વિડિયો સ્પષ્ટ કુટણખાનું ચલાવી રહ્યા હોવાની વાત સામે આવે છે.પોલીસ આવા વિડિયો અનેક વખત અનેક મીડિયાના માધ્યમો દ્વારા પૂરવા સહિત બહાર આવેલ છે.છતાં રાધનપુર પોલીસ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી.તાજેતરમાં પાટણ SOG દ્વારા કેટલીક હોટલમાં ચાલતા કૂટણખાના ઓ માં લલનાઓ સાથે ગ્રાહકો ને ઝડપી કાર્યવાહી કરી છે.પણ રાધનપુર પોલીસ હાલ મૌન જોવા મળે છે. આ બાબતે મીડિયા દ્વારા અનેક વખત જવાબદાર અને જેનો વિસ્તાર આવે છે તેવા હેડ કોસ્ટબલ તરીકે બીટ નં 2 માં ફરજ બજાવતા અજમલભાઈ ચૌધરીને અવારનવાર પૂછતા તેઓનું કહેવું છે કે મારે આવા ધંધા બંધ કરાવવા હોય તો મારે સાહેબ ને પૂછવું પડશે ત્યારે આવું રટણ કરતા હેડ કોસ્ટબલ અજમલભાઈ સામે સવાલો ઉભા થયા છે. આવા ગોરખધંધા ચાલતા હોય અને જ્યારે તેમનો વિસ્તાર આવતો હોય ત્યારે તેમની જવાબદારી છે કે જાણ થતાંજ બંધ કરાવી કાર્યવાહી કરવી તેમની ફરજ છે પરંતુ હેડ કોસ્ટબલ કરે ક્યાંથી કારણ કે તેમના સમાજના વ્યક્તિ આવું કુટણખાનું ચાલવી રહ્યા છે જો કોઇ અન્ય વ્યક્તિ આવા કૂટણખાના ચાલવી રહ્યો હોત તો કદાચ પોતાનો રોફ જમાવવા આ હેડ કોસ્ટેબલ પહોંચી ગયા હોત,પરંતુ સમાજિક હોવાથી ગયા નથી તેવું લોકોનું માનવું છે.હેડ કોસ્ટબલ અજમલ ભાઈ હાલતો મૌન સેવી અને પોતાના સાહેબ ના ઓડર ની રાહ જોઈ બેઠા છે.

પોલીસ આવા વિડિયો વાયરલ થાય ત્યારે ખુદ ફરિયાદી બની કાર્યવાહી કરવી જોઈએ

જ્યારે જ્યારે આવા વિડિયો કે કૂટણખાના કે આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય અને કોઈ નાગરિકો દ્વારા આવી પ્રવૃત્તિના વિડિયો પૂરવા સાથે વાયરલ થાય ત્યારે પોલીસની જવાબદારી છે કે વીડિયોમાં દેખાતા શખ્સનું નિવેદન મેળવી તેના માલિક સુધી પહોંચી કાર્યવાહી કરે તે પોલીસની જવાબદારી હોય છે.પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ લક્કી પેલેસ હોટલમાં ગોરખધંધા ચાલી રહ્યા છે.પુરાવાઓ વાયરલ થયા છે પરંતુ રાધનપુર પોલીસ મૌન છે.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!