રાધનપુર ના વકિલો દ્વારા શુક્રવારના રોજ એડવોકેટ એક્ટ 2025ના વિરોધમાં આજ કામથી અળગા રહી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
રાધનપુર બાર એસોસિએશનના પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં એડવોકેટ એક્ટ-2025માં સુધારા બાબતે હાજર રહેલા હોદ્દેદારો પૈકી સર્વાનુમતે ઠરાવો કરવામાં આવ્યા હતા. જેમાં એડવોકેટ એકટ-2025 પ્રમાણે બિલમાં જે સુધારાઓ કરવામાં આવ્યો છે, જે વકીલ વ્યવસાયને તથા વકીલોના હિતને નુકસાન કરે તેવા હોય તાત્કાલિક અસરથી એડવોકેટ એક્ટ-2025 બિલમાંથી વાંધાજનક જોગવાઈઓ રદ કરી વકીલ હિતની જોગવાઈઓ ઉમેરવા માટે કેટલાક સૂચનો તૈયાર કરી સૂચનાવલી બનાવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મોકલવી આના અનુસંધાનમાં આજે રાધનપુર બાર એસોસિએશનના તમામ વકીલોએ આજ રોજ કામથી અળગા રહી એડવોકેટ એક્ટ-2025ના પ્રપોઝ બિલ રજુ ન થાય તે અંગેનો પ્રતિકાત્મક વિરોધ વ્યક્ત કર્યો હતો. જેમાં બાર એસોસિએશન પ્રમુખ હરેશભાઈ, ઉપપ્રમુખ , દિલીપભાઈ પૂજારા સેક્રેટરી , હરેશ રાવલ જોઈન્ટ સેક્રેટરી , ડી.સી.ઠક્કર ,કિશોર રાવલ, પરકરા, આર.કે.બારોટ, મુલાણી ,સહિતના સિનિયર વકીલોએ ઉપસ્થિત રહીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
