પાટણ, 30 ડિસેમ્બર 2024:
ગઈ કાલે પાટણમાં અખિલ ભારત હિન્દુ મહાસભાની મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકરોએ ભાગ લીધો હતો. મિટિંગનો આરંભ હસમુખભાઈ ઠક્કરના ઘેર ચા નાસ્તાથી થયો, જ્યાં પદાધિકારીઓને હિન્દુ મહાસભાના ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
*મુલાકાતો અને ચર્ચાઓ:*
હિન્દુ મહાસભાની ટીમે પાટણ જિલ્લા પોલીસ વડા સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને દરેક પદાધિકારીઓનો વ્યક્તિગત પરિચય કરાવ્યો હતો. પોલીસ વડા દ્વારા હિન્દુ મહાસભાની કાર્યપ્રવૃત્તિઓ માટે સારું પ્રોત્સાહન મળ્યું.
બપોરે મધુભાઈ ઠક્કર અને હસમુખભાઈ ઠક્કર દ્વારા કાઠિયાવાડી ભોજનનું આયોજન થયું, ત્યારબાદ પાટણ જિલ્લા કલેક્ટર સાહેબ સાથે પણ મુલાકાત થઈ. એમાં રાધનપુર તાલુકાના પ્રશ્નો માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
*મહત્વપૂર્ણ કાર્યપ્રવૃત્તિઓ:*
ફુડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીની મુલાકાત લીધી હતી.
ગઢવી બહેન અને દવે સાહેબ દ્વારા હિન્દુ મહાસભાની ટીમને મજબૂત સહકારની ખાતરી આપવામાં આવી.
*પદાધિકારીઓનો ઉત્સાહ અને સહકાર* :
પાટણ જિલ્લા પ્રમુખ નાનજીભાઈ ઠાકોર રાધનપુર,મેવભાઇ ભરવાડ, રાજુ યાદવ, ભરતભાઇ ઠાકોર,જસુદાન ગઢવી, સાંતલપુર તાલુકા પ્રમુખ અશોકભાઈ પ્રજાપતિ, ગઢવી પ્રદિપભાઈ ચારણકા અને તેમની ટીમ દ્વારા દિવસભર શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી.

અખિલ ભારત હિન્દુ મહાસભાના ગુજરાત મહામંત્રી કિશોરભાઈ ઠક્કરે પાટણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી કાર્યપ્રવૃત્તિઓ માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.

આજનો દિવસ હિન્દુ મહાસભાના પદાધિકારીઓ માટે પ્રેરણાદાયક અને સફળ રહ્યું છે.
