IAS Coaching

રાધનપુર: તાડીના નશે ત્રણ યુવકોના શંકાસ્પદ મોત થયા હોવાની ચર્ચા, ફરિયાદ નોંધવામાં પરિવારની આળસ

ગઈ કાલે ગોંઢ ના યુવાનનું શંકાસ્પદ મોત નિપજ્યું છે.પરિવાર ને શંકા છે કે યુવકનું મોત તાળી પીવાથી થયું છે. જે યુવક ગઈ કાલે મરણ પામ્યો છે તે   દીપક નામના ઈસમ ને ત્યાં તાળી પીવા ગયો હતો અને મોત થયું હોવાની શંકા પરિવાર ને થતા પરિવારે લાશનું પો્ટમોર્ટમ કરાવ્યું છે.ઓધવનગર , ગોઢ્ નો શંકરભાઈ અમરુભાઈ ઠાકોર તાળી પીવા ગયો હતો બાદમાં તેનું મોત થયું હોવાનું પરિવાર નું રટણ છે ત્યારે જુવાનજોધ દીકરો ગુમાવનાર પરિવાર ભાંગી પડ્યો છે.પરિવારે અક્ષેપો સાથે રાધનપુર યુવક ની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે ત્યારે પોલીસ પોસ્ટમોર્ટમ  રિપોર્ટ આવ્યા બાદ જો તાળી પીતા મોત થયું હશે તો દીપક  વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી કરશે? હાલ તાળી વેચનાર દીપક બિસ્તરા પોટલાં લઈ ફરાર જોવા મળી રહ્યો છે.

પાટણ જિલ્લાના રાધનપુરમાં છેલ્લા ઘણા સમયથી તાડીના નામે નશાકીય પદાર્થ વેચાણ થતું હોવાથી યુવાનોના જીવન પર ઘાતક અસર થઈ રહી છે. આ નશાકીય તત્ત્વયુક્ત તાડીના સેવનને કારણે છેલ્લા થોડા દિવસોમાં ત્રણ યુવાનોના મૃત્યુ થયા હોવાના સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે. છતાં, આ ગંભીર ઘટના છતાં, લોકોમાં પોલીસ ફરિયાદ કરવાની હિંમત દેખાતી નથી.

પ્રતિકાત્મક તસવીર

      હું

*તાડીનું વેચાણ અને યુવાનોની બરબાદી*

જણાવી દઈએ કે રાધનપુરમાં તાડીના નામે નશાકીય પદાર્થ વેચાણ કરનારા ઇસમની શરારતો પહેલા પણ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવી હતી.તાડી માં નશા કીય ગોળીઓ કે અન્ય વસ્તુ નાખતા દારૂના સેવન જેટલો નસો આવે છે અને આવા નશા માં તાડી પીનારને ઊંઘ વધુ આવતી હોય છે અને દારૂ જેવી વાશ ન આવતા યુવાનો વધુ રવાડે ચડ્યા છે. આ વેચાણ કર્યો ઇસમ ડર વિના ફરી નશીલી તાડી વેચવા લાગીછે. આ તાડીમાં એવી બિહોશીભર્યા પદાર્થો ભેળવીને યુવાનોના જીવન સાથે રમખાણ કરવામાં આવી રહ્યું છે.

એક સમયે રાધનપુરના અનેક યુવાન તાડીના આ નશાની લતમાંથી મુક્ત થવા માટે પ્રયાસ કરતા હતા, પણ છેલ્લા થોડા સમયથી આ વેચાણ ફરીથી ઝડપથી ફેલાય ગયું છે. પરિણામે, યુવાનોના પરિવારજનો તેમના ભૂતકાળના સંઘર્ષો વિશે ફરીથી ચિંતિત થયા છે.

*મૃત્યુંની ઝપેટમાં ત્રણ યુવાન*

ગત થોડા સમય અગાઉ જ રાધનપુરના વિવિધ વિસ્તારોમાં તાડી પીનાર ત્રણ યુવાનોનું મૃત્યુ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તાડી પીવા પીધા બાદ આ યુવકો મોત ને ભેટ્યા હોવાની ચર્ચા છે પરંતુ કોઇએ પોલીસમાં ફરિયાદ કરી નથી .ગઈ કાલે જે ગોઢ ના યુવકનું મોત થતા પરિવાર મૃતદેહો પર રાધનપુર રેફરલ હોસ્પિટલ માં પરીક્ષણ કરાવ્યું છે. આ યુવક મૃત્યુ માટે નશાકીય પદાર્થમિશ્રિત તાડી જવાબદાર  છે કે નહિ તે રિપોર્ટ ની રાહ જોવાઇ રહી છે. જોકે, આ ઘટનાને કારણે લોકોમાં ભયનું માહોલ છે, હાલતો પોલીસ પણ રિપોર્ટ અને અન્ય તપાસ કરી રહી છે પોલીસે અકસ્માત નો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

*પોલીસમાં આંચકો અને અટવાટકના પ્રયત્નો*

આ ઘટનાને ગંભીરતાથી લઈને, રાધનપુર પોલીસ દ્વારા પરિપ્રેક્ષ્યની તપાસ શરૂ કરવામાં આવી છે. ગઈકાલે ગોઢ ગામના યુવકના મોતની અસરકારક એડિ ની ફરિયાદ પોલીસમાં નોંધવામાં આવી છે. મૃતકના પરિવારજનોએ પોતાની રજૂઆતમાં કહ્યું કે તાડી પીવાથી જ આ યુવાનનું મૃત્યુ થયું હોવાની રજુઆત કરતા પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.ત્યારે pm રિપોર્ટ આવ્યા જ ખબર પડશે કેવી રીતે આ યુવકનું મોત થયું. આ સિવાય કમાલપુર ના યુવકનું મોત પણ તાળી પીવાથી થયું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

જાણવા મળ્યું છે કે, પોલીસ વિભાગે આ મામલાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવા જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે.ત્યારે આ બાબતે તપાસમાં શુ સામે આવે છે તે તપાસ દરમિયાન ખબર પડશે હાલતો અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે.

*જાહેર જનતામાં ભય અને ગુસ્સો*

સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ છે. લોકોએ તાડીના વેચાણ અને તેના પર પોલીસની તકેદારી અંગે પ્રશ્નો હાલ ઉઠાવી રહ્યા છે. જો મોત તાળી પીવાથી ના થયું હોય તો પણ યુવાધન બર્બાદ થઈ રહ્યા છે.લોકોમાં આ વાત માટે ખાસ આક્રોશ છે કે આ પ્રકારના નશાકીય પદાર્થના કારણે અનેક યુવાનોના જીવન પર ખતરાઓ ઉભા થયા છે.

કેટલાક સ્થાનિક લોકોએ જાહેરમાં આ બાબતનો વિરોધ કરી તાડીના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. તેમના મતે, આ નશીલા પદાર્થના વેચાણ પર રોક લગાવવાથી જ યુવાનોને બરબાદીથી બચાવી શકાય છે.

પ્રતિકાત્મક તસવીર

     

*સરકાર અને પોલીસથી મોટી આશા*

આ ઘટનાના પગલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પર આ મામલે ગૌરવ અને અસરકારક નિર્ણય લેવાની અપેક્ષા છે. લોકો ઈચ્છે છે કે આ પ્રકારના નશાકીય પદાર્થના વેચાણમાં સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા બનાવો આગળ કદી ન થાય તે માટે મજબૂત સેતુ બનાવવા માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે.

જ્યારે રાધનપુરમાં આ પ્રકારના નશાકીય પદાર્થના વેચાણ અંગે અટકાયત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિક લોકો અને પરિવારજનો આશા રાખે છે કે આ દુઃખદ બનાવ રાધનપુરના યુવાનો માટે એક ચેતવણીરૂપ બનશે અને જે તે સંડોવાયેલ હશે તેના વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવી લોકમાંગ ઉઠી છે.ત્યારે તાળી વેચાણ કરનાર દીપક સામે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે આવનાર સમય બતાવશે.હાલતો પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવતા અરેરાટી જોવા મળી રહી છે.

પોલીસ તપાસ કરતા IO ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે હાલ અકસ્માત નો ગુનો દાખલ કર્યો છે જો પોસ્ટમોર્ટમ કર્યું તેમાં રિપોર્ટ આવશે ત્યારે જો તાળી પીવાથી યુવકનું મોત થયું હશે તો તેની સામે કાર્યવાહી કરીશું.હાલ તો પરિવારે તાળી પીવાથી મોત થયું હોવાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી તેમ છતાં PM રિપોર્ટ માં જો તાળી પીવાથી મોત થયું હશે તો તેની સામે પણ કાર્યવાહી કરીશું હાલ તપાસ ચાલુ છે.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!