Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

બનાસકાંઠા : 71 લાખની ચોરીમાં પૂર્વ LCB PSI-4 કર્મી સામે તપાસનો આદેશ પોલીસબેડામાં ચકચાર

*વાવના સપ્રેડાના યુવક ઉપર ટડાવમાં એક વર્ષ અગાઉ થયેલી ચોરીનો આરોપ લગાવી મારમાર્યો હતો,વાવ કોર્ટે થરાદ ડીવાયએસપીને તપાસ સોંપી*

• *યુવકને 5 દિવસ માવસરી પોલીસ મથકમાં રાખી બળજબરી પૂર્વક ગૂનો કબુલવા દબાણ કર્યું હતુ આ પોલીસ કર્મીઓ એ*

આમતો કેટલાક પોલીસકર્મી નિષ્ઠા પૂર્વક ,ઈમાનદારી પૂર્વક ફરજ બજાવતા હોય છે ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ વર્ધી મળતાની સાથે જ પ્રજા પાસે રોફ જમાવતા હોય છે લાંચ માગતા હોય છે અને ખોટું હોય તેને સાચું કરવા દબાણ કરતા હોય છે ત્યારે આવા જ એક બનાવની તપાસ શરૂ થઈ છે.પોલીસ દ્વારા ચોરીનો ગુનો કબુલવા દબાણ કર્યું હતું ત્યારબાદ અરજદારે કોર્ટમાં પોલીસકર્મીઓ સામે અરજી દાખલ કરી હતી તેં અરજી ની તપાસ ના આદેશ આપવામાં આવ્યા છે.

ફાઈલ     

બનાસકાંઠાના વાવ તાલુકાના ટડાવમાં એક વર્ષ અગાઉ એગ્રોની દુકાનમાં રૂપિયા 71 લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી. જેની તપાસમાં એલસીબીની ટીમે સપ્રેડાના યુવકને શકના આધારે માવસરી પોલીસ મથકમાં પાંચ દિવસ ગોંધી રાખ્યો હતો. અને મારમારી બળજબરી પૂર્વક ગૂનો કબુલવા માટે દબાણ કર્યુ હતુ. આ અંગે યુવકે વાવ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ન્યાયાધીશે તત્કાલિન એલસીબી પીએસઆઇ સહિત ચાર કર્મચારીઓ સામે ઇન્કવાયરી સોંપતાં જિલ્લાના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

ફાઈલ ફોટો       

વાવના ટડાવ ગામે રોડ ઉપર આવેલ કુળદેવી એગ્રોની દુકાનમાં ગત 19 ઓગષ્ટ-2023ની રાત્રે રૂપિયા 60 લાખ રોકડા, સોનાના દાગીના, કમ્પ્યુટર મળી કુલ રૂપિયા71 લાખના મુદ્દામાલની ચોરી થઇ હતી. જેની માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. તપાસ દરમિયાન બનાસકાંઠા એલસીબીની ટીમે વાવના સપ્રેડા ગામના થાનાભાઈ દાનાભાઈ રાજપૂતને શકના આધારે ટડાવ ગામે બોલાવી માવસરી પોલીસ મથકે લઇ ગયા હતા. અને 24 થી 28 ઓગષ્ટ-2023 દરમિયાન પોલીસ મથકમાં રાખી ટડાવ ગામે થયેલ ચોરીનો ગુનો કબૂલાત કરાવવા માટે ટોર્ચર કરી બળજબરી ગુનો કબુલવા ઢોર મારમાર્યો હતો. જેમાં પગના તળિયા પેડી પર હાથ પર ઈજાઓ થઇ હતી. જેને છોડી મુકવામાં આવતાં ટડાવ સરકારી દવાખાને સારવાર કરાવી હતી. આ અંગે થાનાભાઈ રાજપૂતે વાવ સિવિલ કોર્ટમાં એલસીબી પોલીસના પ્રકાશભાઈ માવજીભાઈ ચૌધરી, એલસીબી પીએસઆઈ આહીર, પો.કો. અર્જુનસિંહ, અશોકભાઈ વિરૂદ્ધ 8 એપ્રિલ-2024ના રોજ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ન્યાયાધીશ દ્વારા એલસીબી પીએસઆઇ સહિત ચાર કર્મચારીઓ સામે 202 મુજબની ઇન્કવાયરી થરાદ ડીવાયએસપી એસ.એમ.વારોતરીયાને સોંપાઈ છે.

*સમાધાન કર નહીંતર ગુનામાં સપડાવી દેવાની ધમકીઓ આપે છે* : પીડિત

આ બનાવ અંગે થાનાભાઈ રાજપૂતનું કહેવું છે કે, મને ચોરીના ગુનામાં શકના આધારે પકડી ગુનો કબૂલ કરવા મારમાર્યો હતો. જેને લઇ મે તેમના વિરૂદ્ધ વાવ કોર્ટમાં કેસ કરેલ હોઈ તે કેસનું સમાધાન કરવા દબાણ કરે છે. જો સમાધાન નહિ કરે તો ગુનામાં સપડાવી દેવાની ધમકીઓ આપતા હોવાના આક્ષેપો કર્યા હતા.

30 દિવસમાં તપાસ અહેવાલ સોંપો : કોર્ટ આ અંગે ફરિયાદ પક્ષના વકીલ એન. આર. સોલંકીએ જણાવ્યું હતું કે, થાનાભાઈ રાજપૂતને શકના આધારે અટક કરી માર મારેલ હોવાથી વાવ સિવિલ કોર્ટમાં એલસીબી પોલીસ કર્મીઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરેલી છે. જેનો તપાસ અહેવાલ 30 દિવસમાં સોંપવાનો કોર્ટે આદેશ કર્યો છે. તપાસ થરાદ ડી વાય એસ પી એસ. એમ. વારોતરિયા કરી રહ્યા છે.

ચોરીના ગુનામાં બે આરોપીની અટકાયત થઇ હતી માવસરી પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતુ કે, ટડાવ ગામે એગ્રોની દુકાનમાં થયેલી રૂપિયા 71 લાખના મુદ્દામાલની ચોરીમાં બે આરોપીઓની અટકાયત કરાઇ હતી. જે વર્તમાન સમયે જામીન ઉપર છે.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!