ભરૂચની એડીશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આરોપીની તરફેણમાં ચુકાદો અપાવવા માટે વકીલે રૂ.5 લાખની માંગણી કરી હતી.જેની ફરિયાદીએ અમદાવાદ એસીબીમાં ફરિયાદ આપતા જે પૈકી આજરોજ વકીલ રૂપિયા ચાર લાખની લાંચ સ્વીકારતા રંગે હાથે એસીબીના છટકામાં ઝડપાઈ ગયો છે.
કેસ ફરિયાદીની તરફેણમાં કરવા લાંચ માંગી હતી ભરૂચના સી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં એક વ્યક્તિ પર વર્ષ 2022 માં ગુનો નોંધાયો હતો.આ કેસમાં તેના વિરુદ્ધમાં ચાર્જશીટ થઇ જતાં કેસ ભરૂચનાં એડીશનલ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો.જેમાં માત્ર ચુકાદાની છેલ્લી દલીલો બાકી હોય કાસદ ગામના એડવોકેટ સલીમ ઈબ્રાહીમભાઇ મન્સુરીએ આરોપીની તરફેણમાં ચૂકાદો અપાવવા માટે રૂ.5 લાખની માગ કરી હતી.
એસીબીએ છટકુ ગોઠવી વકીલને લાંચ લેતા ઝડપી પાડ્યા આ કેસના ફરિયાદી રૂપિયા આપવા માંગતો ન હોય તેણે અમદાવાદ એસીબી ફરિયાદ કરી હતી. જેથી આજ રોજ અમદાવાદ એસીબી ટીમના પીઆઈ એસ.એન. બારોટ, ડી.બી.મહેતા અને સુપરવિઝન ઓફિસર એ.વી.પટેલે લાંચનાં છટકાનું આયોજન કર્યું હતું.ફરિયાદીએ એડવોકેટને લાંચના પાંચ લાખ પૈકી રૂપિયા ચાર લાખ આપવા આવ્યા હોય છટકા દરમ્યાન આરોપી એડવોકેટ સલીમ ઈબ્રાહીમભાઇ મન્સુરીએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચના રૂપિયા સ્વીકારતા અમદાવાદ એસીબી ટીમ ના રંગે હાથોએ ઝડપાઈ ગયા હતા.એડવોકેટ એસીબીના હાથે પકડાતા વકીલ આલમમાં ચકચાર મચી ગઇ હતી.ત્યારે તપાસ માં વધુ વિગતો સામે આવી શકે તેમ હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે.