Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

હિંગળાજ મા નો સાક્ષાત્કાર: વર્ષો જૂની ચોરીનો મુદ્દામાલ પરત મળતા વરઘોડાથી આભુષણો મંદિરમાં બિરાજમાન

સાંતલપુર તાલુકાના વારાહી નજીક આવેલા બામરોલી મુકામે હિંગળાજ, માતાજીના મંદિર થી તારીખ ૨૯, ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ચોરી થઈ હતી.જે હિંગળાજ માતાજી મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગુમ થયેલા મૂલ્યવાન આભુષણો આજે મંદિરમાં પરત આવ્યા છે, જે મંદિરના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ ગણાઈ રહી છે.

 

જીવરાણી અને દક્ષિણણી પરિવારના માતાજી*

આ વાસ્તવિક ઘટના એ વખતે ઘટી જ્યારે વર્ષો જૂના ચોરીના મુદ્દામાલનો એક મોટો ભાગ, જેમાં છત્ર,મુગઠ,તલવાર,હાથની ચૂડી નંગ -૨ તથા ધાતુના વાઘ,સોનાના આભુષણો શામેલ હતા, જેની ચોરી થઈ હતી.મંદિરના પૂજારી દ્વારા સ્થાનિક વારાહી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.પોલીસે તાત્કાલિક તપાસના દોર શરૂ કર્યા હતા.ચોરી કરનાર ચોરો ને ઝડપી પાડ્યા હતા.પાંચ માસ સુધી કોર્ટમાં જમીન પણ મળ્યા ન હતા.પોલીસે તપાસ દરમિયાન મુદ્દામાલ રીકવર કર્યો હતો.આ આભુષણો હિંગળાજ મા મંદિરમાંથી ચોરી ગયા હતા.


જામીન મળ્યા બાદ કેસ ચાર્જ સીટ કોર્ટમાં ફાઈલ થઈ હતી.કેસ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં કોર્ટ સમક્ષ ફરીયાદી પૂજારીની જુબાની લેવામાં આવી હતી. ટ્રસ્ટના ટ્રસ્ટી સ્વ. દલસુખભાઈ,પ્રકાશભાઈ દક્ષિણી,સુરેશભાઈ,નરેશભાઈ તથા પ્રકાશભાઈ જીવરાણીએ કોર્ટ સમક્ષ જુવાનીઓ આપી હતી. અને કોર્ટમાં 6 ફેબ્રુઆરી 2024 ના રોજ જે મંદિરમાંથી ચોરી થઈ હતી તે તમામ મુદ્દા માલ પરત સોપવા ઓર્ડર કરવામાં આવ્યો હતો.

 

જીવરાણી અને દક્ષિણણી પરિવારના માતાજી*

આ ઘટનાઓને લઈને આજે બામરોલી ગામમાં અઢારે આલમમાં આનંદ અને ઉત્સાહનું મોજુ ઊમટી આવ્યું હતું. મંદિરમાં આભૂષણોની પાછી ફરતી સાથે, એક વિશાળ વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના લોકો, ભક્તજનો, અને મંદિરના પૂજારીઓએ ભવ્ય શોભાયાત્રા કાઢી, શ્રદ્ધા અને આસ્થાની સાથે આ આભૂષણોને મંદિરમાં પધરાવી દીધા.

મંદિરના મહંત શ્રી પૂજારીએ જણાવ્યું: “આ હિંગળાજ માના ચમત્કાર સિવાય કશું જ નથી. જે અમે આભૂષણો ગુમાવ્યા હતા તે પાછા મળવાથી આસ્થા વધુ મજબૂત બની છે.”

આ પ્રસંગે મંદિરમાં વિશેષ પૂજા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામજનો અને ભક્તજનોની ભીડે માહોલને ધર્મમય અને ભક્તિભાવથી ભરપૂર બનાવી દીધો.મુસ્લિમોએ પણ આ પ્રસંગને સોનામાં સુગંધ ભળે તે મુજબનો બનાવી દિધો હતો.

આ ઘટના એ માત્ર હિંગળાજ મા મંદિર માટે જ નહિ, પરંતુ સમગ્ર ગામ માટે એક મહત્વની ઘટમાળ બની છે, અને ભક્તજનોમાં નવા ઉત્સાહ અને વિશ્વાસનું સંચાર કર્યું છે.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!