Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

પાલનપુર : નગરપાલિકા ડોર ટુ ડોર કચરાનું 52 લાખનું બિલ પધરાવી દીધુ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો

પાલનપુરમાં ઘરે ઘરેથી કચરો ઉઘરાવવા પાલનપુર પાલિકા દ્વારા જે એજન્સીને કામ આપ્યું છે તે એજન્સીએ બે મહિનામાં કરેલી કામગીરી પ્રતિ મહિને 60 હજાર મિલકતો પાસેથી કચરો ઉઘરાવી પાલિકા પાસેથી બે મહિનાના અડધા કરોડના બિલો મંજૂર કરાવી દીધા હોવાનું સામે આવ્યું છે. એજન્સીને પ્રતિ મિલકતે 44 રૂપિયા ભાવ મંજૂર થયો છે. એટલે 60 હજાર મિલકતો પાસેથી કચરો લઈ ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવી સેગ્રિગેશન કર્યું હોવાનું જણાવી એજન્સીએ બિલો મંજૂર કરાવી દીધાની પાલિકામાં ચર્ચાઓ ચાલી રહી છે.

પાલનપુર પાલિકાએ આગામી 3 વર્ષ માટે ડોર ટુ કચરો કલેકશન અને ઓપન સ્પોટ અને લિટરબિન્સનો કચરો કલેકશન કરી ઘન કચરા નિકાલ સાઈટ ઉપર પરીવહન તેમજ સેગ્રીગેશન કરવાનું કામ રાજકોટની નાકરાણી નામની એજન્સીને આપ્યું છે. જેમાં પેટા કોન્ટ્રાક્ટમાં મહેસાણાની ખાનગી વ્યક્તિ દ્વારા પ્રોજેક્ટ ચલાવાઈ રહ્યો હોવાનું પાલિકામાં ચર્ચાઈ રહ્યું છે.

     

પાલનપુર નગરપાલિકાએ વર્ક ઓર્ડરમાં કચરો ઉઘરાવતી તમામ ગાડીમાં GPS સિસ્ટમ ફરજીયાત લગાવવા, GPS મોનિટરિંગ માટે ઓપરેટર નિમણૂક કરવા, તમામ પ્રકારના કચરાને ગ્રીન નેટ અથવા જાડા કપડાથી ઢાંકીને ડમ્પ સાઈટ ઉપર લઈ જવા, કોમર્શિયલ વિસ્તારમાં દિવસમાં બે ટાઇમ ફરજીયાત કચરો ઉઘરાવવા, સિટીમાં તમામ લારી ગલ્લાઓનો કચરો પણ કલેક્શન કરવા, પાલિકાની ભૌગોલિક પરિસ્થિતિ તથા રોડ-રસ્તા જોઈને નાના તથા મોટા વાહનો મુકવા જેવી શરતોનું પાલન કરવા જણાવાયું હતું. જેનું પાલન થઈ રહ્યું છેકે કેમ તેની પાલિકા દ્વારા તપાસ થવી જોઈએ.

એજન્સીએ લેબરના રક્ષણ માટે જરૂરી એવા હેન્ડ ગ્લોઝ, ગમ-બુટ, એપ્રોન, હેટ તેમજ યુનિફોર્મ સલામતી માટે ઈજારદારે પોતાના ખર્ચે લેબરને આપવા, શ્રમિકોની ઓળખ માટે ગણવેશ તથા આઈ કાર્ડ સરળતાથી દેખાય તે રીતે પહેરવાની તાકીદ કરાઈ હોવા છતાં તેવી સૂચનાઓનું પાલન થયું હોવાનું કંઈ જ ફિલ્ડ ઉપર જણાતું નથી.

60 હજાર મિલકતો પાસેથી કચરો લઈ ડમ્પિંગ સાઈટ ઉપર ઠાલવી સેગ્રિગેશન કર્યું હોવાનું જણાવ્યું

18 નાના વાહનો અને બે ટ્રેક્ટર સવારથી રાત સુધી કચરો ઉઘરાવવા ફરે છે

પ્રત્યેક મિલકત દીઠ 44 રૂપિયા ભાવ 60 હજાર મિલકતો પ્રમાણે 26.40 લાખ મહિને બિલ બને છે અત્યાર સુધી બે મહિના પ્રમાણે 52 લાખથી વધુનું બિલ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે અને પાલિકા દ્વારા 50 લાખથી વધુનું ચૂકવણું કરવામાં આવ્યું હોવાનું પણ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે. નગરપાલિકાની વેરા શાખામાં મિલકતોની નોંધણી 60 હજારથી વધુ છે એટલે એજન્સી પણ 60 હજારની આસપાસના બિલો બનાવી રહી છે. જોકે 60 હજાર મિલકતો સુધી કચરાની ગાડીઓ રોજ રોજ કેવી રીતે પહોંચી રહી છે તે તપાસનો વિષય છે. જોકે એજન્સીનું કહેવું છે કે 18 નાના વાહનો અને બે ટ્રેક્ટર સવારથી રાત સુધી કચરો ઉઘરાવવા ફરે છે.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!