રાધનપુર શહેરમાં મહેસાણા હાઇવે કચ્છ હાઇવે પાલનપુર હાઇવે આ હાઇવે ઉપર અનેકવાર અકસ્માતની ઘટનાઓ જોવા મળતી હોય છે કેટલાય નિર્દોષ લોકોના અકસ્માત દરમિયાન મોત નીપજા છે. બે દિવસ અગાઉ રાધનપુર પાલનપુર હાઇવે ઉપર એક વૃદ્ધ મહિલા ના અકસ્માત થયા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. ક્યારે ફરી રાધનપુરમાં એક અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે.
રાધનપુર વારાહી રોડ ઉપર આવેલ હેપી મોલ બાજુમાં રાધનપુરના ઈસ્માઈલભાઈ નાગોરી કોલાસા વાળા પોતાનું મોટરસાયકલ લઈને જતા હતા તે સમયે અકસ્માત નડ્યો હતો. ભારે વાહન ટ્રેલર થી અકસ્માત થતાં ઈસ્માઈલભાઈ જમીન ઉપર ફટકાયા હતા અને માથાના ભાગે ગંભીર જવું થઈ હતી આ ઈજાઓ ગંભીર હોઇ તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત થતા ની સાથે જ લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. રાધનપુર પોલીસને પણ જાણ કરવામાં આવી હતી રાધનપુર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પરિવારને જાણ થતા હાઇવે પર હૈયા રુદન શરૂ થયું હતું. ત્યારે પરિવારમાં મોભી ગુમાવતા દુઃખદ લાગણી જોવા મળી હતી.