Search
Close this search box.
IAS Coaching
Search
Close this search box.

હારીજ : નાણાં ગામે અકસ્માત સર્જાયો,લગ્ન ખરીદી કરવા જતાં પરિવારને અકસ્માત નડ્યો,10 વર્ષની બાળકીનું મોત

અવારનવાર અકસ્માતો ની ઘટનાઓ સામે આવી રહી છે.અકસ્માતો દરમિયાન અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે તેવામાં ફરી હારીજ તાલુકાના નાણા ગામે લગ્નમાં જઈ રહેલ પરિવારને અકસ્માત નડ્યો હતો અકસ્માત દરમિયાન બાળકીનું મોત થતાં ખુશીનો માહોલ માતમમાં છવાયો હતો.

હારિજ તાલુકાના નાણા ગામે લગ્ન પ્રસંગનું સીધું સામાન ખરીદી કરી ઘેર જતા રાત્રે જુનામાંકા નાણા વચ્ચે કેનાલ પાસે ડ્રાઇવરે સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતા કેનાલમાં ટ્રેકટર પલટી મારી ગયું હતું. જેમાં મોટી પિંપડી ગામની 11 વર્ષની દીકરી ટ્રેકટર નીચે આવી જતા મોતને ભેટી હતી. જ્યારે ટ્રેકટરમાં બેઠેલા મહિલાઓનો આબાદ બચાવ કર્યો હતો.

હારીજ તાલુકાના નાણા ગામે ગોવાભાઈ ગોવિંદ ભાઈ દેસાઈના ત્યાં લગન પ્રસંગ હતો. જેની ખરીદી માટે નાણાં ગામેથી ટ્રેક્ટર લઈ દેસાઈ પરિવાર હારીજ ખાતે લગ્નની ખરીદી કરવા આવ્યો હતો અને ખરીદી કરી રાત્રે પરત ફરતા જૂનામાકાથી નાણાં વચ્ચે ટ્રેકટર ચાલકે સ્ટેરીગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર નર્મદાની કેનાલમાં ખબાક્યું હતું. આ અકસ્માતમાં માસીના ઘરે લગ્નમાં આવેલી 10 વર્ષીય શિવાનીબેન ઈશ્વરભાઈ દેસાઈ ટ્રેકટર નીચે આવી જતા મોત થયું હતું. તો અન્ય 7 મહિલાઓ ટ્રોલીમાં બેઠી હતી જેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે લગ્ન ખરીદી નો સમાન પણ કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

.ટ્રેકટર કેનાલમાં ખાબકતાના સમાચાર મળતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કેનાલમાં પડેલી મહિલાઓને બહાર કાઢી હતી. જોકે ટ્રેકટર નીચે આવી ગયેલી શિવાની દેસાઈ નામની બાળકનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આમ લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.

Crime Awaz
Author: Crime Awaz

Share this post:

खबरें और भी हैं...

Infoverse Academy

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल

error: Content is protected !!