રાજકોટમાં કોંગ્રેસના માલધારી સમાજના આગેવાનોએ અનોખો પ્રચાર કર્યો હતો. માલધારી સમાજના આગેવાનો પરંપરાગત પહેરવેશ પહેરીને ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા. 150 ફૂટ રોડ પર આવેલા ઉમિયા ચોક વિસ્તારમાં માલધારી સમાજના લોકો અનોખા અંદાજમાં પ્રચાર કરતા દેખાયા હતા. ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના માલધારી સમાજના આગેવાનો માથા પર લાલ અને સફેદ પાઘડી અને ભરતકામવાળી કોટીનો પરંપરાગત પોશાક પહેરીને રસ્તા પર પ્રચાર માટે ઉતર્યા હતા.
Author: Crime Awaz
Post Views: 113